ડાંગ: ગતરોજ ડાંગમાં પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ કેન્દ્ર સરકાર દ્વારા સ્થગિત થયાને લઈને ભાજપનાં આદિવાસી ધારાસભ્ય અને મંત્રીઓએ ફટાકડા ફોડીને ઉજવણી કરી છે જે ગુજરાતનાં નેતા અને આદિવાસી મંત્રીઓ એમ કહેતા હતા. કે આવી કોઈ યોજના નથી. તો દિલ્હી ખાતે શું સ્થગિત કરવામાંમાં આવ્યું ? શેની ઉજવણી કરી રહ્યા છે એવા સવાલો ડાંગની પ્રજા પૂછી રહી છે.
Decision News સાથે વાતચીત કરતાં તુષાર કામડી જણાવે છે કે આદિજાતિ મંત્રી નરેશભાઈ પટેલ અને જીતુભાઈ ચૌધરી દ્વારા વારંવાર કેહવામા આવતું હતું કે પાર તાપી નર્મદા નદી જોડાણ જેવી કોઈ યોજના નથી. કોંગ્રેસનાં ધારાસભ્ય અનંત પટેલ આદિવાસી સમાજને ગેર માર્ગે દોરે છે. તો પછી આવી કોઈ યોજના હતી જ નહી નાં બણગા ફૂકતી ભાજપ સરકારના નેતાઓ ખરેખર આ યોજના હોવા છતાં પણ શું લોકોને છુપાવવાથી નિષ્ફળ રહ્યા ?
આજે ડાંગ જિલ્લાના સુબીર ખાતે ડાંગ જિલ્લાના ભાજપ પ્રમુખ દશરથ પવાર તેમજ ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંગલભાઈ ગાવિત અને તેમના કાર્યકર્તા ઓ સુબીર ખાતે પાર તાપી નર્મદા નદી જોડાણ પ્રોજેક્ટ સ્થગિત કરાતા ભાજપના કાર્યકર્તાઓ સાથે ફટાકડા ફોડી, કેંદ્ર સરકારનો આભાર માન્યો .
ડાંગના એડવોકેટ સુનીલ જણાવે છે કે જ્યારે સોશિયલ મીડિયામાં ભાજપના આ કાર્યકર્તા ઓ હસી ના પાત્ર બનવા પમ્યા હતા. એક બાજુ ભાજપના નેતાઓ એમ કહેતા હોય કે આવી કોઈ યોજના નથી અમુક નેતાઓ આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરે છે. તો પછી કઈ યોજના સ્થગિત થઈ અને ભાજપના કાર્યકર્તાઓમાં ખુશીની લાગણી છવાઈ તે નવાઈનો વિષય છે. ડેમ હટાવો જંગલ બચાવો ડાંગ બચાવો સમિતિ ડાંગ આ જાહેરાતને ચૂંટણીના સમય પૂરતું એક લોલીપોપ જ ગણે છે.. અને આવનાર સમયમાં તેઓ આંદોલન જારી રાખશે એવું આહ્વાન પણ કર્યું છે.











