ચીખલી: વર્તમાન સમયમાં નવસારી જિલ્લાના વિસ્તારમાં પાંચમી અનુસૂચી અને પૈસા એક્ટ લગાવી ગામના વિકાસની અવધારણા પોતે નક્કી કરતુ ગામ એટલે ચીખલી તાલુકાનું સાદડવેલ ગામ.. આ ગામના તમામ રસ્તાઓ ઉપર બે દિવસથી સફાઈ ઝુંબેશ ચાલી રહી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં બે દિવસીય રસ્તા સાફ સફાઈ ઝુંબેશ ચલાવી ગામમાં સૌ પ્રથમવાર તમામ રસ્તાઓની સફાઈ કરવામાં આવી રહી છે અને આ સફાઈ કરતાં કામદારોને પંચાયત તરફથી મેહતાણું પણ આપવામાં આવશે જેના લીધે ગામમાં જ ગામ લોકો માટે રોજગારી પણ ઉભી થશે અને લોકોનું જીવન સુખમય થશે.

આવા વિવિધ કામો આ ગામના સરપંચ દ્વારા ઘણાં ઘણાં દિવસોની અંદર થતા જ રહે છે જેથી ગામમાં વિકાસના કામો પણ થાય અને લોકોને રોજગારી પણ મળતી રહે છે. જો ગામના વિકાસમાં પોતાનું સુખ જોતા સરપંચ ગામને મળે તો ગ્રામવિકાસની પરી કલ્પના જરૂર સાર્થક થાય એમાં બે મત નથી.