ચીખલી: ગતરોજ નવસારી જિલ્લાના ચીખલી ભાજપ યુવા મોરચા દ્વારા આયોજિત કાર્યક્રમમાં બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને રાનકુવા બી એલ પટેલ સ્કૂલમાં પેન વિતરણ કરી વિદ્યાર્થીઓને પુષ્પ આપી ઉજ્જવળ ભવિષ્યની શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ રાનકુવા બી એલ પટેલ સ્કૂલમાં પેન વિતરણ પ્રસંગે ચીખલી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કનકસિંહ પરમાર, ચીખલી યુવા મોરચા પ્રભારી ઉમંગભાઈ, જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઈ, સરપંચશ્રી રાનકુવા તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો.

રાનકુવા ગામના ગ્રામજનોનું કહેવું છે કે આ પ્રકારની પ્રવૃત્તિથી વિદ્યાર્થીઓને રાહત અનુભવશે અને પરીક્ષામાં પોતાનું બેસ્ટ આપી શકે અને એક બેહતર પરિણામ મેળવી શકશે.