ડાંગ: ‘અહી તો આદિવાસી વિસ્તાર બધું જ ચાલે..’ એવી માનશિકતા સાથે કામ કરતાં સરકારી અધિકારીઓને રસ્તામાં કેવો વેઠ ઉતાર્યો છે એનો એક ઉત્તમ નમુનો તમે આહવાના છેવાડે આવેલ સોનુનીયા ગામમાં નજીક બાંધેલો પુલ પર જોઈ શકો છો.

Decision News સ્થળ પર લીધેલ મુલાકાત મુજબ સોનુનીયા ગામ નજીક નદી પર ચોમાસા દરમિયાન ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ જતું હોય છે. આ બાબતને ધ્યાને લઇ વહીવટી તંત્ર દ્વારા નદી પર પુલ બાંધવામાં આવેલો હતો પણ પ્રજાજન પ્રજાના સુખાકારી માટે બાંધવામાં આવેલો પુલમાં જાડી ચામડીના ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના કારણે થોડાક જ વર્ષોમાં પુલ પરનો સ્લેબ ઉખડતો ગયો છે અને નાની નાની કપચી નિકળેલી આવી છે, એટલે સ્પષ્ટ સમજાઈ છે કે પુલ ઓછી ગુણવતા વાળા માલ સામાનથી બનાવવામાં આવેલો છે જેનાથી આ પુલની આવી ખરાબ હાલત થયેલ જોવા મળે છે. હજી પણ સમાર કામ કરવામાં નહિ આવેતો પુલ પર મોટા મોટા ખાડા થોડાક જ સમયમાં પડી શકે છે. જુઓ વિડીયોમાં..

આ પુલના રસ્તો ખખડધજ હાલતના લીધે વાહન ચાલકો અને સામાન્ય પ્રજા હેરાન-પરેશાન થઈ ગઈ છે. ગ્રામજનોનું કહેવું છે કે  ઝડપથી આ સમસ્યાનું નિવારણ તંત્ર લાવે નહિ તો ચોમાસામાં સ્થિતિ વધારે બત્તર થઇ જશે પરંતુ અનેક વખત રજુવતો છતાં તંત્ર અંધની સાથે બન્યું બહેરું અને મૂગું બની બેઠું છે. ન કોઈ એ ભ્રષ્ટ અધિકારીઓ વિરુદ્ધ કડક પગલાં લેવામાં આવ્યા છે ન કોઈ પુલના રસ્તાનું સમારકામ થયું છે. હવે જોવું રહ્યું કે આ બાબતે તંત્ર ક્યારે નોંધ લે છે.