ગુજરાત: હાલમાં ગુજરાત રાજ્યમાં યુવાનોમાં બેરોજગારીને લઈને ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યસરકાર 3 હજાર 300 શિક્ષકોની ભરતી કરવા જઈ રહી છે ત્યારે આજે વિદ્યાસહાયકોની ભરતીનુ મેરિટ જાહેર થવાનુ છે.
શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણીએ કહ્યુ કે શિક્ષકોની બદલીને લઈને કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે શિક્ષણ વિભાગે સામાન્ય વહીવટી વિભાગમાં ફાઈલ મોકલી છે..ટૂંક સમયમાં શિક્ષકી બદલી કેમ્પનું આયોજન કરવામાં આવશે.
શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરીને જાણકારી આપી હતી કે, આજે બપોરે 3.30 કલાકે કામચલાઉ મેરીટ યાદી જાહેર કરાશે. ઉમેદવારોને કોઈ ક્ષતિઓ હોય તો સુધારો કરવામાં આવશે. તો બીજી તરફ 17 માર્ચથી 23 માર્ચ સુધી સુધારા અરજી કરી શકાશે.