કપરાડા: ગતરોજ કપરાડા તાલુકાના વરવઠ ગામમાં યોજાયેલી ક્રિકેટ ટુર્નામેન્ટમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ હાજર રહ્યા હતા અને રમતગમતના ક્ષેત્રમાં પોતાની નામના કરવા યુવાનોને શુભ સંદેશ આપ્યો હતો.
હાલમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં ક્રિકેટ ટુર્નામેન્ટોની મોટા પ્રમાણમાં આયોજનો થઇ રહ્યા છે ત્યારે ગતરોજ વલસાડ જીલ્લાના કપરાડા તાલુકાના વરવઠ ગામે ક્રિકેટ ટુર્નામેન્ટ યુવાનો સાથે વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી વસંતભાઈ બી.પટેલ દ્વારા મુલાકાત લેવામાં આવી અને યુવાનોને શુભેચ્છા પાઠવી રમતગમતમાં બેહતર પ્રદર્શન કરવા સંદેશ આપ્યો હતો.
આ પ્રસંગે આગેવાન ચેંદરભાઈ, ગોપાળભાઈ, પાંડુભાઈ, કાસુભાઈ, અશ્વિનભાઇ, ધર્મસિંહ વી. પટેલ, રમણભાઈ, ગુલાબભાઈ, યોગેશભાઈ અન્ય યુવા કાર્યકરો અને આજુબાજુ વિસ્તારના મોટી સંખ્યામાં યુવાનો તથા ક્રિકેટપ્રેમી યુવાનો હાજર રહ્યા.