કપરાડા: વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા વલસાડ જિલ્લા ઉપ પ્રમુખની આગેવાની હેઠળ કપરાડા તાલુકામાં જી.ઇ.બી દ્વારા સમયસર વીજળી બિલ ન આપતા ત્રણ-ચાર મહિને વીજળી બિલ વધારા આવવાના મુદ્દે મામલતદાર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું
Decision Newsને મળેલી કપરાડા તાલુકાના આદિવાસી વિસ્તારના અંતરિયાળ ગામોમાં જી.ઇ.બી દ્વારા સમયસર વીજળી બિલ ન આપતા ત્રણ-ચાર મહિને વીજળી બિલ આપવામાં આવે છે. લાઈટ બિલ મોડુ મળવાથી રીડિંગ પણ વધે છે વધારે રિડિગ થવાથી લાઇટ બીલના પૈસા વધારે આવે છે. યુથ કોંગ્રેસની માંગણી છે કે સમયસર વિજળી બિલ આપવામાં આવે જો માગણી સ્વીકારવામાં ન આવે તો વલસાડ જિલ્લા યુથ કોંગ્રેસના દ્વારા ઉપ પ્રમુખ રવિભાઇ પટેલની આગેવાનીમાં ગાંધીજીના માર્ગે આંદોલન કરવાની ચીમકી આપી છે.
જુઓ વિડીયો…
આ પ્રસંગે કપરાડા વિધાનસભા યુથ કોંગ્રેસના પ્રમુખ ડો.મહેશ પટેલ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના પ્રમુખ મનુભાઈ જાદવ, કપરાડા તાલુકા યુથ કોંગ્રેસના ઉપપ્રમુખ અશ્વિનભાઈ ભવાર, 181 કપરાડા વિધાનસભાના ઉપ પ્રમુખ નિલેશભાઈ ગાયકવાડ, તાલુકા પંચાયતના સદસ્ય નિરંજનબેન જાદવ, તાલુકા મંત્રી સાયરશભાઈ ગોંડ, દેવરામભાઈ તુંમડા, ચેદરભાઇ જાજર, હુંડાના સરપંચ લક્ષ્મણભાઈ કે હલીમ, સરપંચ જયેન્દ્ર ભાઈ ગાવીત વગેરે ખૂબ જ મોટી સંખ્યામાં યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓની હાજરી જોવા મળી હતી.