ધરમપુર: ગઈકાલે ધરમપુરના યુવાનેતા અને સમાજના પ્રશ્નો માટે થાક્યા વગર સતત દોડતા કલ્પેશભાઈ અને આદિવાસી સમાજ સાથે ધરમપુર પોલિસ સ્ટેશને SOG PI દ્વારા કરવામાં આવેલ અસભ્ય વર્તણુક બાબતે ઉપસ્થિત ટોળાનું રોદ્ર રૂપ જોઈને PI દ્વારા ભલે માફી માંગવામાં આવી હોય, પરંતુ PI દ્વારા આ કૃત્ય ઈરાદાપૂર્વક કરીને સમાજના લોકોને છંછેડીને કાયદાકીય ગૂંચમા ફસાવીને એકતા ખતમ કરવાનું કાવતરું હોવાનું શંકા જણાય છે.
સામાજિક યુવા કાર્યક્રતા ડૉ. નિરવભાઈ પટેલ જણાવે છે કે શાંતિપ્રિય સમાજે કોઈપણ ધાંધલ-ધમાલ કર્યા વગર કાયદાકીય રીતે જ વિરોધપ્રદર્શન કરીને આવા તત્વોનું કાવતરું નિષ્ફ્ળ બનાવ્યું એવું અમારા આગેવાનોનું માનવું છે. આથી આ બાબતે કલ્પેશભાઈએ આજરોજ Dy. S.P.,વલસાડ સાથે કરેલી વાતચીત મુજબ S. P. વલસાડે બાંહેધારી આપેલ છે કે 2 દિવસમાં SOG PI વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે,અને કલ્પેશભાઈને જાણ કરવામાં આવશે.
તેમણે વધુમાં કહ્યું કે જો આદિવાસી સમાજને નબળો ધારીને,કરવામાં આવેલા અપમાનની લાગણીને અવગણીને SP-Valsad દ્વારા 2 દિવસ એટલે કે કાલસુધીમાં યોગ્ય ઉદાહરણીય કાર્યવાહી કરવામાં નહિ આવે તો, પરમદિવસે એટલે કે બુધવારે 16/3/22 ના રોજ સાંજે 5 વાગે ધરમપુર પોલિસ સ્ટેશને સમાજના લોકો ભેગા થઈને સત્યાગ્રહ કરીશું.જેની તંત્રએ ગંભીરતાથી નોંધ લેવી.
ખાસ નોંધ-અમારો વિરોધ પોલીસખાતા કે અન્ય કોઈપણ વિભાગના દરેક સજ્જન વ્યક્તિઓ કે અધિકારીઓ સામે બિલકુલ નથી,પરંતુ રક્ષકને બદલે ભક્ષક બનેલા લોકો સામે જ છે.











