ગુજરાત: સમજો આ વાત ને.. રાજ્યમાં વિકાસ અને રોજગારીના દાવા વચ્ચે સરકારે વિધાનસભામાં એ વાતનો સ્વીકાર કર્યો કે, રાજ્યમાં 3.46 લાખ શિક્ષિત બેરોજગાર નોંધાયા છે. આ ઉપરાંત 17 હજાર 816 અર્ધ શિક્ષિત બેરોજગારો નોંધાયા છે.

GSTVના અહેવાલ અનુસાર છેલ્લા 2 વર્ષમાં માત્ર 1 હજાર 278 બેરોજગારોને સરકારી નોકરી મળી છે. ભરૂચ, નર્મદા, તાપી સહિત 16 જિલ્લામાં એક પણ સરકારી નોકરી મળી નથી. જેથી કોંગ્રેસનો આક્ષેપ છેકે, લાખો યુવાનોને નોકરી આપવાના રાજ્ય સરકારના દાવાઓ પોકળ સાબિત થયા છે.

રાજ્યમાં સૌથી વધુ બેરોજગારો વડોદરા જિલ્લામાં 26 હજાર 921 નોંધાયા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા પૂછવામાં આવેલા સવાલ બાદ સરકારે જણાવ્યું હતું કે.. અમદાવાદ જિલ્લામાં 26 હજાર 628, રાજકોટ જિલ્લામાં 18 હજાર 977 બેરોજગાર છે. અમદાવાદ શહેર અને જિલ્લામાં આવેલા ઔધોગિક એકમોએ વર્ષ 2020માં 1 લાખ 78 હજાર 7843 સ્થાનિકોને રોજગારી આપી છે. જ્યારે વર્ષ 2021માં 1 લાખ 97 હાજર 301 લોકોને રોજગારી મળી છે.