નંદુરબાર જિલ્લાના અક્કલકુવા તાલુકા ના રજવાડી સ્ટેટ કાઠી ખાતે આદિવાસી સાંસ્કૃતિક રુઢી પરંપરા મહાપંચાયત નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત રાજ્ય નાં આદિવાસી પ્રતિનિધિ તરીકે છોટાઉદેપુરનાં સામાજિક કાર્યકર્તાઓ વાલસિંહભાઈ રાઠવા, શનીયાભાઈ રાઠવા તથા ભાયાભાઈ રાઠવા તેમજ કાંતીભાઇ રાઠવા (ખડલા) સહિત ના ભાગ લીધો હતો.
આદિવાસી સાંસ્કૃતિક રુઢી પરંપરા મહાપંચાયત બેઠકમાં આદિવાસી સમાજની ઓળખ સમાન આદિવાસી સંસ્કૃતિ, પરંપરાઓ, રિત- રિવાજ, પુજા પધ્ધતિ ઓ તથા આદિવાસી જીવન શૈલીઓ ટકાવી રાખવા બાબતે ગહન ચિંતન ચર્યાઓ કરવામાં આવી હતી, આદિવાસી સંસ્કૃતિ અને આદિવાસી જીવન શૈલી દુનિયાની શ્રેષ્ઠ અને માનવીય મૂલ્યોથી ભરપુર છે જે ઘણા બધા કારણો સર લુપ્ત થઈ રહી છે, જે સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે, આદિવાસી સંસ્કૃતિ પરંપરાઓ અને આદિવાસી જીવન શૈલી ટકશે નહીં તો દુનિયા બચશે નહીં તે વાત સમગ્ર વિશ્વના વૈજ્ઞાનિકો, બુધ્ધિજીવીઓ, ચિંતકો પણ સ્વિકારે છે.
યોજાયેલ મહાપંચાયતમાં નાગેશ પાડવી કોંગ્રેસનાં જિલ્લા પંચાયત સદસ્ય સીકે પાડવી, શિવસેનાના નેતા અને કાઠી સ્ટેટ રાજવી પરિવારના વંશજ પ્રુથ્વીસિંહ પાડવી, એડવોકેટ હીરેસિહ પાડવી( રાષ્ટ્ર વાદી પાર્ટી),એ/સી ભારત સરકાર કુટુંબ પરિવાર. ડો.દિલવરસિહ વસાવે, પોલીસ પટેલ ઉમેશ વસાવા, જૈલસિહ પાવરા, એડવોકેટ અભિજિત પાડવી કરમસિંહ પાડવી સહિતના તમામ વર્ગના આદિવાસી આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા, આ ઉપરાંત આદિવાસી એકતા પરિષદનાં યુવા અધ્યક્ષ પ્રેમચંદ સોણવણે, અલીરાજપુર મધ્યપ્રદેશથી આદિવાસી એકતા પરિષદનાં યુવા અધ્યક્ષ કેરમ જમરા, મધ્યપ્રદેશના આદિવાસી ગીતકાર અને ફિલ્મ પ્રોડ્યુસર રોહિત પઢીયાર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.











