ધરમપુર: હાલમાં દક્ષિણ ગુજરાતમાં યુવતિઓની માનશીક અને શારીરિક હિંસા કરવી અને તેની હત્યા કરવી શહેરોમાં સામાન્ય બનતું હોય તેમ ગતરોજ મળેલી માહિતી મુજબ વાંસદા તાલુકાની પરણિત યુવતિની હત્યા થયાની ઘટનાની માહિતી સામે આવી છે.
Decision Newsને મળેલી માહિતી પ્રમાણે લગભગ વાંસદાના ચોઢાં ગામની એક યુવતિનું ધરમપુરના આસપાસ વિસ્તારમાં લગ્ન થયા હતા જે મજુરી અર્થે મજુરી કામ અર્થ પતિ-પત્ની ભીલાડ આસપાસના વિસ્તારમાં મજુરી કામે ગયેલ ત્યા આ હત્યાની ઘટના બનેલ હોવાની જાણકારી મળેલ છે.
આ માહિતી સુત્રો પાસેથી મળેલી છે જેમાં કદાચ હત્યા થનાર યુવતીનું સરનામું બદલાઈ શકે પણ હાલમાં આ યુવતિ મૃત્યુ થયાની વાત સાચી છે. પણ જો પોલીસ તપાસ થાય તો હત્યા થયાનું સાચું કારણ બહાર આવી શકે એમ છે











