ડાંગ: આપણા મહાત્મા ગાંધીએ કહ્યું છે કે જયાં સ્વચ્છતા રહે છે ત્યાં પ્રભુતા વસે છે અને વર્તમાન સરકાર પણ સ્વચ્છતા પાછળ લાખો રૂપિયા ખર્ચી વિવિધ યોજનાઓ લાવી રહી છે ત્યારે આ યોજનામાં બધા વેડફાતા હોય એવા અનેક વખત દ્રશ્યો સામે આવતા હોય છે. ત્યારે આજે ડાંગ જિલ્લાના બારીપાડા ગ્રુપ પંચાયતનામાં સ્વચ્છતાને લઈને બેદરકારી રાખવામાં ન આવી રહ્યાના ચિત્રો સામે આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ર્તમાન સરકાર પણ સ્વચ્છતાની વિવિધ યોજનાઓ બનાવી પાછળ લાખો રૂપિયા ખર્ચે છે ત્યારે ગામમાં મંદિરનું સ્થાન ગણાતી આપણી ગ્રામ પંચાયતમાં કચરાના ઢગલા જોવા મળે, પંચાયતમાં બાથરૂમની સુવિધા ન હોય, બસ જ્યાં ત્યાં બસ કચરો ઉગી નીકળ્યા ના દ્રશ્યો સામે આવે ત્યારે ખરેખર ગામના મુખી કેહેવતા સરપંચ અને તાલુકાના જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ સવાલ ઉભા થાય છે.
Decision News એ જ્યારે બોરીપાડા ગામના પંચાયતની મુલાકાત લીધી ત્યારે તેના તાજા દ્રશ્યો કેદ થયા છે શું ગામના સરપંચ આ પંચાયતમાં બેસવા માટે આવતા હશે ખરા, સરકારનો પગાર ઢોરને રોકેલો તાલાટી શું બંધ આંખો સાથે પોતાની ખુરશી પર બેસતો હશે. કે પછી પંચાયતનું કામ ઘરે બેસીને કરતા હશે, શું તાલુકાના અધકારીઓનો તલાટી ને ડર નથી. આવા અનેક સવાલો ખડા કરે છે. હવે જોવું રહ્યું કે આ ધ્રુતરાષ્ટ્ર બનેલા આ આ તલાટી અને સરપંચ ક્યારે જાગે છે ?

