ડાંગ: ડેમ હટાવો, જંગલ બચાવો, ડાંગ બચાવોના સુત્રો ચાર સાથે ગતરોજ ડાંગમાં સંભવિત કેળવન ડેમમાં વિસ્થાપિત થતાં ગામડા પૈકી ભુજાડ ગામે જન જાગૃતિ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોટા પ્રમાણમાં લોકો જોડાયા હતા.

આ બેઠકમાં પાર તાપી નર્મદા લિંક, યોજના DPR, સંસદીય આત્મનિર્ભર બજેટ 2022/23 અને આદિવાસી વિરોધી મનસા બાબતે લોકોને જાગૃત કર્યા અને સાચી સમજ આપી હતી. કોઈ પણ સંજોગોમાં ડેમ તો શું કોરિડોર હોય કે સફારી પાર્ક આદિવાસી સમાજના ભોગે કોઈ પણ યોજના લાગુ ન કરવી અને રદ કરવા માટે ની હાકલ કરી હતી.

હાલમાં સરકાર નવા નવાઅસ નુકસાન કારક પ્રોજેક્ટોનો આદિવાસી વિસ્તારોમાં અમલીકરણ કરી આદિવાસી સંસ્કૃતિ અને તેના અસ્તિત્વ સામે પ્રશ્નો ઉભા કરી રહ્યા છે. પણ હવે આ બધું આદિવાસી સહન કરશે નહિ જો સરકાર ન માંગેલો વિકાસ આદિવાસીને થોપવાની કોશિશ કરશે તો આદિવાસી નહિ ચલાવી લે.