સુરત: આઇપીએલ ટી20 લીગની 15મી સિઝન ધીમે ધીમે પાસે આવી રહી છે તેમ તેમ પ્રત્યેક ફ્રેન્ચાઇઝી તેની તૈયારીમાં વ્યસ્ત બની રહી છે. તમામ ટીમો 14મી માર્ચથી પ્રેક્ટિસ શરૂ કરી દેશે. લીગના 26મી માર્ચથી 15મી એપ્રિલ સુધી 25 ટકા પ્રેક્ષકોને સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે.

ખેલાડીઓ માટે મુંબઇમાં 10 તથા પૂણેમાં બે હોટેલ બુક કરવામાં આવી છે.  આ વખતે 12 ડબલ હેડર મુકાબલા થશે અને તમામ 10 ટીમોને બે ગ્રૂપમાં રાખવામાં આવી છે. બીજી તરફ ચેન્નઇ સુપર કિંગ્સે સુરતમાં પોતાનો ટ્રેનિંગ કેમ્પ લગાવ્યો છે.

ધોનીના નેતૃત્વમાં સીએસકેના ખેલાડીઓ સાતમી માર્ચથી લાલભાઇ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે પ્રેક્ટિસ શરૂ કરશે. પ્રેક્ટિસ દરમિયાન સ્ટેડિયમના સ્ટાફને ગ્રાઉન્ડ ઉપર જવાની મંજૂરી આપવામાં આવશે નહીં. કેમ્પ દરમિયાન ચેન્નઇની ટીમ વોર્મ-અપ મેચ પણ રમશે. પૂરી ટીમ બાયો-બબલમાં રહેશે. ત્યારે આજે IPLની તૈયારી માટે ચેન્નઇ સુપર કિંગ્સનો કેપ્ટન કુલ ધોની આવી પોહોંચયો હતો.