સેલવાસ: રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધમાં ખાસ કરીને અસંખ્ય વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા છે ત્યારે યુદ્ધ ક્ષેત્રમાં ફસાયેલા વિદ્યાર્થીઓને એર લિફ્ટ કરવા ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા અંતર્ગત અનેક વિદ્યાર્થીઓ હેમખેમ પોતાના વતન પરત તેમાં યુક્રેનમાં એમ.બી.બી.એસ નો અભ્યાસ કરતી સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની બે વિદ્યાર્થિનીઓ ઘરે પરત ફરતાં તેઓ દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરની મુલાકાત કરી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ વિદ્યાર્થિની ધ્વનિ પ્રધાન અને ખુશી ભંડારી ઘરે પરત ફરતા તેના પરિવારજનોમાં આનંદ છવાયો છે. રશિયા અને યુક્રેનના યુદ્ધ શરૂ થયું ત્યારે તેમના પરિવારજનોમાં ચિંતા વ્યાપી ગઈ હતી. તેથી સરકારની મદદ મળે તે માટે બંને પરિવારોએ દાદરા નગર હવેલીના સાંસદ કલાબેન ડેલકરને મળીને રજૂઆત કરી હતી. જેથી સાંસદ કલાબેને એ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયના અધિકારીઓ સાથે વાત કરી બંને વિદ્યાર્થિનીઓને જેમ બને તેમ જલદી વતન લાવવા પ્રયાસ કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. આથી પ્રદેશની બંને વિદ્યાર્થિનીઓ સલામત રીતે ઘરે આવતા સાંસદ કલાબેન ડેલકરે વતન પરત ફરેલી બંને વિદ્યાર્થિનીઓ ધ્વનિ અને ખુશીની સાથે તેમના પરિવારને પણ મળ્યા હતા.

આ ઉપરાંત તેમની સાથે ત્યાંની પરિસ્થિતિ અંગે ચર્ચા કરી હતી. પ્રદેશની બંને વિદ્યાર્થિની ઘરે પરત આવી જતાં સાંસદે પણ ખુશી વ્યક્ત કરી હતી