વાંસદા: ઉનાળાના પ્રારંભે ગરમીનો પારો વધતાં જ ગરીબોના ફ્રિજ સમા માટલાંના વેચાણ માટે ઠેર ઠેર વેચાણ શરુ થઇ ચુક્યું છે ઉલ્લેખની છે કે કોરોનાને કારણે આ ધંધો રોજગાર ઠપ થયાના દ્રશ્યો જોવા મળ્યા હતા પણ હવે આ ધંધો ધીમે ગતિએ પુનઃ સ્થાપીત થઈ રહ્યો છે.

ઉનાળાની ઋતુનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. વાંસદા તાલુકાના લોકો ગરમીનો ગરમ થઇ રહ્યા છે ત્યારે ગરીબોના ફ્રિજ સમાન માટલાં જે લોકોને શિતળતા અહેસાસ કરાવી રહ્યું છે. વાંસદા બજારમાં અને ગ્રામ્ય રસ્તાઓ પર માટલાંના ઢગલા મૂકી માટલાંનું વેચાણ કરતાં કુંભાર તેમજ વેપારીઓ નજરે ચડી રહ્યા છે.

માટલાં ના વેપારીઓ જણાવે છે કે વર્તમાન સમયમાં લોકોને દેશી સંસ્કૃતિને વધારે ફોલો કરવાના કારણે ફ્રિજના પાણીથી બીમાર ના ભયથી લોકો માટલાંના પાણી પિતા થયા છે. કોરોનાના કારણે છેલા બે વર્ષથી અમારા ધધા રોજગારની દુર્દશા બેથી હતી પણ હવે આ વખતે ધધો રોજગાર મળેશે એવી આશા છે.