દેવમોગરા: દક્ષિણ ગુજરાતમાં કોરોનાના કારણે છેલ્લા ત્રણ વર્ષથી આદિવાસી સમાજના આસ્થાના પ્રતિક સમાન દેવમોગરાના આદિવાસી સમાજના કુળદેવી ગણાતા યાઃમોગી પાંડોરી માતાજીના મંદિરે ભરાતા ભાતીગળ શિવરાત્રીના પાંચ દિવસ ચાલનારા મેળાને આખરે સરકારે લીલીઝંડી આપી દીધી છે
સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે આ પાંચ દિવસ દરમ્યાન ભરતા મેળામાં પાંચ લાખ કરતા પણ વધારે ભક્તો દર્શનાર્થે આવે છે. વીતેલા વર્ષોમાં આ મેલો ન ભરાતા આ મેળામાં આવતા લાખો ભકતોની શ્રદ્ધા અને બાધાઓ પુરી નથી કરી શક્યા નથી અને મન્નત પણ માંગી શક્યા નથી. ત્યારે લોકોની અને આગેવાનોની દલીલો અને માંગને ધ્યાને લઈને આખરે પ્રાંત ડેડીયાપાડા કચેરી ખાતે મેળાના આયોજનની તૈયારી માટે મિટિંગ બોલાવવામાં આવી હતી જેમાં કોરોનાની પ્રવર્તમાન સ્થિતિમાં ધ્યાનમાં રાખી આ વર્ષે દેવમોગરા માતાજીની સ્નાન વિધિમાં-ખુલ્લામાં સ્થળની ક્ષમતાના મહત્તમ 75% વ્યક્તિઓ જયારે બંધ સ્થળોએ સ્થળની ક્ષમતાના મહત્તમ 50 ટકા ની મર્યાદામાં વ્યક્તિઓ એકત્રિત થવાની મંજુરી આપી હતી
આ ઉપરાંત દેવમોગરા માતાજીના દર્શનનો સમય 24 કલાક, ત્રણેય ગેટ પાસે થર્મલ ગન, હેન્ડ સેનેટાઇઝર્શની સુવિધા અને સોશીયલ ડિસ્ટન્સિંગ, માસ્ક ફરજિયાત પહેરવા તથા અન્ય કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા ટ્રસ્ટી અને સરપંચને જરૂરી સુચનો કરવામાં આવ્યા છે.

