નવસારી: નવસારી વિજલપોર નગરપાલિકાના શાસકોએ ચૂંટણી પહેલા શહેરમાં પીવાનું શુદ્ધ પાણી શહેરીજનો સુવિધા પુરી કરી આપવાની વાતો કરી હતી પણ ચૂંટણી પૂરી થયા પછી શાસકો પોતે કરેલો વાયદો ભૂલી ગયા હોય તેવા આક્ષેપો સાથે જિલ્લા કોંગ્રેસે પહેલા પાણી યાત્રા અને ત્યાર પછી ગતરોજ પાલિકા કચેરી બહાર ધરણાં પ્રદર્શન કર્યા હતા.

જુઓ વિડીયોમાં…

વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ અને જિલ્લા કાર્યકારી પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં યોજાયેલા પ્રદર્શનમાં કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં પાલિકા કચેરી બહાર હાથમાં પ્લે કાર્ડ લઈને કોઈપણ સૂત્રોચ્ચાર કે નારા વગર શાંતિપૂર્વક ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું.