સિનેવર્લ્ડ: ‘ધ તાશકંત ફાઇલ્સ’ને જોરદાર સફળતા પછી હવે તે ફિલ્મના જ નિર્માતાઓ દ્વારા કાશ્મીર નરસંહારના પીડિતોની કથાઓ પરથી ફિલ્મ બનાવવામાં આવી છે. આ ફિલ્મમાં કાશ્મીરમાં ફેલાયેલા આતંક, ભ્રમ અને ભયજનક દહેશતની ઝલક જોવા મળશે એવું નિર્માતાઓનું કહેવું છે. આ ફિલ્મનું નામ ધ કાશ્મીર ફાઇલ્સ (The Kashmir Files) રાખવામાં આવ્યું છે.

The Kashmir Files Trailer ફિલ્મના ટ્રેલરને લઈને ક્યાંક ખૂબ વખાણ થઈ રહ્યા છેઅમુક લોકોનું કહેવું છે આ ફિલ્મના ન ધાર્યા પ્રમાણે ના પરિણામો આવી છે. નિર્માતાઓ જણાવે છે કે આ ફિલ્મમાં વર્ષોમાં સામે આવેલી દુઃખદાયી ઘટનાઓ સાથે જોડાયેલી લાગણીઓ આ ફિલ્મમાં જોવા મળશે. આ ફિલ્મમાં રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા પલ્લવી જોશી, પ્રકાશ બેલાવાડી, અનુપમ ખેર, અને મિથુન ચક્રવર્તી, સહિતનો ટોચના કલાકારોઓ અને દર્શન કુમાર, ભાષા સુમ્બલી, ચિન્મય મંડલેકર, પુનિત ઇસ્સાર, મૃણાલ કુલકર્ણી, અતુલ શ્રીવાસ્તવ અને પૃથ્વીરાજ સરનાઇક જેવા અન્ય જાણીતા કલાકારોએ મહત્વની ભૂમિકા જોવા મળશે.

આ ફિલ્મ અંગે દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી કહે છે, કાશ્મીર હત્યાકાંડની કથાને મોટા પડદા પર લાવવી એ સરળ કામ નથી. તેનું ખૂબ જ સંવેદનશીલતાથી ધ્યાન રાખવું પડ્યું હતું. ફિલ્મમાં પ્રતિભાશાળી કલાકારો થકી પ્રેક્ષકો આ રીઅલ નેરેટિવ દ્વારા ભારતીય ઇતિહાસની આ ઘટનાને ફરીથી જોઈ શકે છે.

અભિનેત્રી પલ્લવી જોશી કહે છે, એક ફિલ્મ તેની સ્ક્રિપ્ટ જેટલી સારી હોય છે અને ધ કાશ્મીર ફાઇલ્સથી પ્રેક્ષકો ખરેખર તે ભાવનાઓ અનુભવી શકે છે. પાત્રો જે લાગણીઓમાંથી પસાર થાય છે તેને સહન કરી શકે છે. કલાકાર તરીકે ટીમમાં દરેક વ્યક્તિ તેમના પાત્રોમાં સંપૂર્ણપણે ડૂબી ગયા છે અને આ આઘાતજનક અને દુ:ખદ કથા કહેવા માટે પ્રતિબદ્ધ છે.