કપરાડા: સમગ્ર ગુજરાતમાં ગતરોજ માતૃભાષા દિવસે અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું હતું ત્યારે વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના 21 ફેબ્રુઆરીના દિને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કપરાડામાં માતૃભાષા દિનની ઉજવણી કરવામાં આવી હતી જુઓ વિડીયો…
“દા સૌમ્ય શી વૈભવે ઉભરાતી મળી માતૃભાષા મને ગુજરાતી” આપણે માતૃભાષા દિવસની વાત કરીએ તો ભાષાપ્રેમીઓના આંદોલનમાં શહીદ થયેલા યુવાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે યુનેસ્કોએ નવેમ્બર,1999 એ જનરલ કોન્ફરન્સમાં વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાનો નિર્ણય લીધો ત્યારબાદ વિશ્વભરમાં 21 ફેબ્રુઆરીએ વિશ્વ માતૃભાષા દિવસ ઉજવવાની શરૂવાત કરી હતી.
શાળામાં યોજાયેલા કાર્યક્રમની શરૂઆતમાં દીપ પ્રાગટય કરવામાં આવ્યું પ્રાર્થના કરવામાં આવી.દીકરીઓ દ્વારા રામાનુજન, મોરારજી દેસાઈ ,સ્વામી વિવેકાનંદના જીવનચરિત્ર વિશે સરસ રીતે વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું.સૌને જાણકારી મળવાથી સારો અનુભવ થયો.આ ઉપરાંત દીકરીઓએ માતૃભાષા પ્રત્યેનું માન જાળવવા પોતાના વિચારો રજૂ કર્યા.આ ઉપરાંત શાળાના આચાર્યાશ્રી, શિક્ષિકા બહેનો દ્વારા પણ માતૃભાષાને સમજવા માટેની ઉંડાણપૂર્વક સમજૂતી આપી. શાળાની દીકરીઓ દ્વારા આ નિમિત્તે નાટક,ગુજરાતી ગીત ગરબા અને જોડકણા રજૂ કર્યા.સૌને મઝા આવી ગઈ.અંતે શાળાના શિક્ષિકા દ્વારા કાર્યક્રમની આભારવિધિ કર્યા બાદ રાષ્ટ્રગીત ગાઈ સૌ છૂટા પડયા.

