ધરમપુર: ભારતીય મૂળનિવાસી સંઘ તથા ભારતીય મૂળનિવાસી સાંસ્કૃતિક મંચ અને ભારતીય મૂળ નિવાસી મહિલા સંઘ અંતર્ગત 20 ફેબ્રુઆરી 2022ના રોજ ધરમપુર તાલુકાના નાનીવહિયાળ (ડુંગરી ફળિયા) નિલેશભાઇ નગીનભાઇ પટેલના ઘરે, ભારતના આદિવાસીઓ તથા તમામ મૂળનિવાસીયોંને શિક્ષણ, મોંઘવારી, રોજગારી, ગરીબી, વિસ્થાપન, આરોગ્યની સમસ્યાઓ અને સમાધાન પર વિશેષ જાગૃતિ અભિયાનની બેઠકનુ આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ધરમપુર તાલુકામાં 28 ફેબ્રુઆરી 2022ના દિને પાર તાપી રિવર લિંક પ્રોજેક્ટના વિરોધમાં મહારેલીનું આયોજન કર્યું છે ભેગા થવાનું સ્થળ ધરમપુર બિરસામુંડા સર્કલ સમય સવારે 10:00 કલાકે જે બાબતે આવવા માટે તમામ યુવાનો એક જૂથ થઈ ને સાથ આપવા માટેનું ની વાત કરવામાં આવી હતી.
આ બેઠકમાં વિજય ચૌહાણ (ગુજરાત પ્રદેશ પ્રમુખ-ભારતીય મૂળનિવાસી સંઘ) સંજય મોહિતે (બામસેફ સિનિયર કાર્યકર્તા મહારાષ્ટ્) ગમનભાઇ વાવુત (વલસાડ જિલ્લા પ્રમુખ-બામસેફ) હંસાબેન આર પટેલ (ભારતીય મૂલનિવાસી મહિલા સંઘના રા. પ્રચારક) દિશંત ભંડારી ( વલસાડ જિલ્લા પ્રમુખ-ભારતીય મૂળનિવાસી સંઘ) કલ્પેશભાઇ પટેલ (ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય) સામાજિક કાર્યકર હિરેનભાઈ પટેલ રાકેશભાઇ ગરાસિયા (રાષ્ટ્રીય સચિવ બામસેફ) આર આર પટેલ(રાષ્ટ્રીય અધ્યક્ષ બામસેફ) અને નાનીવહિયાળ ગામના સામાજિક કાર્યકરો હાજર રહ્યા છે.

