ધરમપુર: આજરોજ ધરમપુર તાલુકાના સર્કિટ હાઉસ ખાતે સરપંચ સંઘની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરપંચ સંઘના પ્રમુખશ્રી તરીકે ખારવેલ ગામના સરપંચશ્રી રાજેશભાઈ વજીરભાઈ પટેલ ઉપપ્રમુખશ્રી તરીકે નાની વહિયાળ ગામના સરપંચશ્રી વિનોદભાઈ બી પઢેર મંત્રીશ્રી તરીકે વિજયભાઈ એન પાનેરીયા બામટી સરપંચશ્રી ખજાનચી તરીકે શંકરભાઇ કે ગાયકવાડ ભવાડા સરપંચશ્રીની નિમણુંક કરવામાં આવી હતી.
આ પ્રસંગે મરઘમાળ ગામના સરપંચશ્રી રજનીકાંત પટેલ, આવધા ગામના સરપંચશ્રી સુરેશભાઈ મોકાસી, તુંબી ગામના સરપંચશ્રી જગદીશ ભાઈ ગાંવિત, રાજપુરી તલાટ ગામના સરપંચશ્રી પ્રફુલભાઇ, નાનીઢોલડુંગરી ગામના સરપંચશ્રી યોગેશભાઈ, વિરવલ ગામના સરપંચશ્રી પ્રતીકભાઈ દેસાઈ, ભાભા ગામના સરપંચશ્રી કૌશિકભાઈ પટેલ, બોપી ગામના સરપંચશ્રી બાલુભાઈ જાદવ, બારસોલ ગામના સરપંચશ્રી પ્રભાતભાઈ, હંનમતમાળ ગામના સરપંચશ્રી વિજયભાઈ માહલા, ખટાણા ગામના સરપંચશ્રી પ્રદીપભાઈ ગાંવિત, મોટીઢોલ ડુંગરીગામના સરપંચશ્રીઓ હાજર રહ્યા હતા. જુઓ વિડીયોમાં…
તમામ સરપંચશ્રીઓએ એક જૂથ થઇને તમામ બિનહરીફ ચૂંટાયેલા હોદેદારોને ફુલનો હાર અને આદિવાસી સમાજની પાઘડી પહેરાવી શુભેચ્છા આપવામાં આવી અને ખાસ જણાવવામાં આવ્યું કે 21 ફેબ્રુઆરીના 2022 રોજ સવારે 11:00 કલાકે ધરમપુર તાલુકાના સર્કિટ હાઉસ ખાતે ધરમપુર તાલુકાના સરપંચશ્રી ઓની મિટિંગમાં તમામ ધરમપુર તાલુકાના સરપંચશ્રીઓને મિટિંગમાં હાજર રેહવા વિંનતી કરાઈ.

