હાલમાં રાજ્યમાં કઈ હદે બેકારી છે તેનું એક પ્રમાણ પંચાયત વિભાગમાં વર્ગ- 3ની તલાટી કમ મંત્રીની ભરતીમાં 3,437 જગ્યા સામે અરજી કરવાની છેલ્લી તારીખ પૂર્ણ થયા પછી 18.11 લાખ આસપાસ ઉમેદવારોના ફોર્મ સ્વીકારાયા છે એટલે જો ગણતરી માંડીએ તો આ ભરતીમાં એક જગ્યા સામે 52,691 નજીક ઉમેદવારો સ્પર્ધામાં ઉતર્યા છે.

આમ તો તલાટીની ભરતીમાં 25.12 લાખથી વધુ ફોર્મ ભરાયા હતા પરંતુ 18.11 લાખ ઉમેદવારોને માન્યતા મળી છે. એટલે જો ગણતરી માંડીએ તો આ ભરતીમાં એક જગ્યા સામે 52,691 નજીક ઉમેદવારો સ્પર્ધામાં ઉતર્યા છે. અને હા ચાયત તલાટીની ભરતીમાં 18.11 લાખ પૈકી અત્યાર સુધીમાં ત્રણ લાખ ઉમેદવારોએ રૂ.100 ફી પેટે ત્રણ કરોડ આપ્યા છે. તથા હજુ બાકી પરીક્ષા ફ્રી વાળાને 21 ફેબ્રુઆરી સુધીનો સમય અપાયો છે.

એવું માનવામાં આવે છે કોરોના સમયમાં સરકારે ધોરણ-12માં પાસ પ્રમોશન આપતા સરકારી ભરતીમાં વિક્રમજનક ઉમેદવારો નોંધાયા છે. 18.11 લાખથી વધારે માન્ય ઉમેદવારો ધરાવતી પંચાયત તલાટીની ભરતીનું આયોજન શક્ય નથી. આથી, જ્યારે સ્કૂલો- કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ હશે ત્યારે મે-જૂનમાં ઉનાળુ વેકેશન દરમિયાન પરીક્ષા યોજવાનું મંડળ દ્વારા વિચારણા હેઠળ હોવાનું કહેવાય રહ્યું છે.