ચીખલી: ફરી એક વખત ચીખલીના સમરોલી અને સાદકપોર ગામમાં વીજ લાઈનમાં શોર્ટ સર્કિટને કારણે શેરડીનો પાક બળીને ખાખ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. વીજકંપનીના બિનજવાબદાર કામગીરીના કારણે ખેડૂતોને મોટું આર્થિક નુકસાન સહન કરવાનો સમય આવ્યો છે.
Decision Newsને પ્રાપ્ત થયેલી વિગતો પ્રમાણે ચીખલીના સમરોલી નારાયણ નગરની બાજુમાં આવેલ બ્લોક નં. 581વાળી જમીન પરથી વીજ કંપનીની થ્રી ફેઈઝ લાઇન પસાર થયેલી છે. આ વીજ લાઇન વાયરમાં અચાનક શોર્ટ સર્કિટ થઇ અને તેમાં ફાટી નીકળેલી આગના કારણે એક વર્ષના સમયનો શેરડીનો પાક બળી જવાની ઘટના બની હતી
ખેડૂત બુધાભાઈ જોગીભાઈ પટેલનું કહેવું છે કે સાદકપોરના ચાડીયા ફળિયા વિસ્તારમાં બ્લોક નં. 1464વાળા ખેતર પરથી પણ પસાર થતી થ્રી-ફેઈઝ વીજ લાઇનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ફાટી નીકળી અને લગભગ દોઢેક વર્ષનો શેરડીનો પાક બળી ગયો જેના લીધે અમને મોટું આર્થિક નુકસાન થવા પામ્યું છે આ ઘટના સંદર્ભે ખેડૂતે જાણ સારું ફરિયાદ કરી છે.

