ચીખલી: નવસારીના ચીખલી તાલુકાના ખુંધ ગામમાં સરપંચના નામ લઈને કોન્ટ્રાક્ટર પાસે લાંચ માંગતા વ્યક્તિઓને ચીખલી પોલીસ દ્વારા પકડવા માટે સોગઠું ગોઠવવામાં આવ્યું હતું જેને લઈને તેને બે આરોપીમાંથી આજે એક વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી રેફરલ હોસ્પીટલનાં કંપાઉન્ડમાં પી.એમ. રૂમ સામે આવેલ બેઠક વાળી જગ્યાએ ગણેશ કંટ્રકશનના નામથી ખુંધગામ ચીખલી ખાતે આવેલ સાહેદોનાં સંયુકત માલીકીની જમીનમાં સીમેન્ટ આર્ટીકલ પ્રોડકટ બનાવવાનુ કામ શરૂ કરવા માટે “ના વાંધા પ્રમાણપત્ર (દાખલો)” ખુંધ ગ્રામ પંચાયતનાં સરપંચ તથા ઉપસરપંચ પાસેથી લેવાનો હોય જેથી આ કામનાં આરોપી મનોજ રામદાસભાઇ ગાયકવાડનાએ ફરીયાદીને ખુંધ ગ્રામ પંચાયતનાં સરપંચ તથા ઉપસરપંચ સાથે “ના વાંધા પ્રમાણપત્ર (દાખલો)” લખી આપવા માટે વાત થઇ ગયેલ હોવાની વાત કરી ખુંધ ગ્રામ પંચાયત ખાતેથી દાખલો મેળવી આપવાનાં અવેજ પેટે સરપંચ તથા ઉપસરપંચનાં નામે રૂપિયા ૨,૦૦,૦૦૦/- (બે-લાખ)ની માંગણી કરેલ જે લાંચની રકમ ફરીયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપેલ જે ફરીયાદીની ફરીયાદને આધારે આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરતા આરોપી મનોજ રામદાસભાઇ ગાયકવાડ નાઓએ ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી તથા અગાઉથી આ કામે નહિ પકડાયેલ આરોપી રોનક શર્માનાને સરપંચ તરીકેની વાતચીત કરવા જણાવી લાંચનાં છટકા દરમ્યાન આરોપી મનોજ રામદાસભાઇ ગાયકવાડનાએ ફરીયાદી સમક્ષ આરોપી રોનક શર્માનાઓને લાંચના રૂપિયા મળી ગયા અંગે આરોપી રોનક શર્માની સરપંચ તરીકેની ખોટી ઓળખ આપી મોબાઇલ ફોન ઉપર હેતુલક્ષી વાતચીત કરાવી પંચની હાજરીમાં ફરીયાદી પાસેથી રૂપિયા ૨,૦૦,૦૦૦/- (બે-લાખ)ની લાંચની માંગણી કરી સ્વીકારી સ્થળ ઉપર આરોપી મનોજ રામદાસભાઇ ગાયકવાડનાઓ પકડાય ગયેલ છે.
ટ્રેપિંગ અધિકારી શ્રી કે.જે.ચૌધરી, પોલીસ ઇન્સ્પેકટર, નવસારી એસીબી પો.સ્ટે. નવસારી અને સુપરવિઝન અધિકારીશ્રી એન.પી.ગોહિલ, મદદનીશ નિયામક, એસીબી સુરત એકમ, સુરત દ્વારા બન્ને આરોપી પૈકી આરોપી મનોજ રામદાસભાઇ ગાયકવાડ એસીબીએ ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે અને આરોપી રોનક શર્મા તપાસ દરમ્યાન મળી આવેલ નથી











