ચીખલી: દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લામાંથી તાજા સમાચાર આવી રહ્યા છે કેન્દ્રીય રાજય મંત્રી દર્શના જરદોષના કાફલાને અકસ્માત નડયો છે તેની સાથે પાયલોટિંગની ગાડી તેમજ અન્ય કારને પણ નડયાની અકસ્માતની ઘટના ઘટવા પામી છે.
જુઓ વિડીયોમાં…
Decision Newsને મળેલી માહિતી મુજબ કેન્દ્રીય રાજય મંત્રી દર્શના જરદોષના કાફલાને અકસ્માત નડયો છે બુલેટ ટ્રેનના પ્રોજેકટની નવસારીની મુલાકાત બાદ વલસાડ જતી વેળાએ અકસ્માતની ઘટના સામે આવી છે આ અકસ્માત કાફલામાં સવાર NHSRCL ની કારને પણ નડયો હતો. આલીપોર ઓવરબ્રિજ નજીક અકસ્માત થયો હતો. મંત્રી દર્શના જરદોષની કાર હાલમાં વલસાડ તરફ રવાના કરાઈ કરવામાં આવી છે તાત્કાલિક ધોરણે ચીખલી પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પોહચ્યો છે એવી વિઅગતો મળી રહી છે.











