ખેરગામ: નવસારી જિલ્લાના ખેરગામ તાલુકામાં ઉકાઇ બંધ-ઉકાઈ સિંચાઇ વર્તુળના અધિક્ષક ઈજનેર શ્રી મહાકાલ સોમવારે સવારે ખેરગામ ડાબા કાંઠા પેટા વિભાગની મુલાકાતે અચાનક આવ્યા હતા, જ્યાં શ્રી આઈ.બી.પટેલ-અમઈએ તેમને આવકાર્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ શ્રી મહાકાલે કચેરીના ચાર અમઈ શ્રી આઈબી, ગાયકવાડ, ગાવિત અને એડી પટેલ સાથે બ્લોક ૧૭ ઔરંગા નદીના ઍકવેડક્ટ પહેલાં બ્લોક ૧૮ (પછી) માં પાણી વિતરણની વ્યવસ્થા માટે જાણકારી મેળવી નવેરા અને ભૂતસર સુધી સ્થળ નિરીક્ષણ કરી પાણી વિતરણની વ્યવસ્થા અંગે જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો જે વિતરણ ૧૨ તારીખે જ શરૂ કરાયું છે.
ખેરગામના જાગૃત નાગરિકે તેઓને હવે નહેરની આજુ બાજુના રસ્તા લોકોપયોગી થયા છે. જેથી ત્યાં સલામતી માટે બેરીકેડ હોવા જોઈએની જો વાત કરી હતી, જે અંગે મહાકાલે જણાવ્યું હતું કે આ કામ માર્ગ મકાન વિભાગને લાગે છે.

