ડાંગ: દક્ષિણ ગુજરાતના છેવાડે આવેલા ડાંગ જિલ્લાના મહારાષ્ટ્રને અડીને આવેલા સુબિર તાલુકાના ગામ ઉગા ખાતે રસ્તાની સમસ્યાને લઈને વારંવાર મૌખિક અને 2 વખત લેખિતમાં રજુવાત કરવા છતાં જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ ન મળ્યાને કારણે આખરે ઉગા ગામના ગ્રામજનો ઉપવાસ પર ઉતારવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
ઉપવાસ પર બેઠેલા ઉગા ગામના ગ્રામજનોનું કહેવું છે કે અમારા ઉગા ગામના રસ્તાની સમસ્યાને લઇ ઘણાં વર્ષોથી કચેરીઓના ધક્કા ખાધા છે. ડાંગના વિવિધ અધિકારીઓ અને જુદા જુદા રાજકીય આગેવાનોને પણ મળ્યા છે પણ અમારી આ સમસ્યાનો કોઈ નીવડો લાવતું નથી તેમનું કહેવું છે કે ધારાસભ્ય વિજય ભાઈ દ્વારા પણ અમે ચુંટણી પ્રચાર પ્રસાર દરમિયાન અમારી સમસ્યાના નિવારણ અંગે આશ્વાસન આપવામાં આવ્યું હતું પણ તેઓએ પણ પોતાનું વચન પાળ્યું નથી હવે અમારા પાસે ભૂખ હડતાલ કરવા સિવાય બીજો કોઈ રસ્તો બચ્ચો નથી માટે જ્યાં સુધી અમારી માંગ ન સંતોષાય ત્યાં સુધી અમે ઉપવાસ પર બેઠેલા રેહશું. ગ્રામજનોની વાત જુઓ વિડીયો..
હવે જોવું રહ્યું કે આ ગ્રામજનોની વર્ષો જૂની સમસ્યાના નિવારણ માટે ધારાસભ્ય વિજય પટેલ પહેલાં પગલું ઉઠાવે છે કે સમસ્યાને નજરઅંદાજ કરતુ આ તંત્ર ?

