કપરાડા: આજરોજ કપરાડા તાલુકાના દિક્ષલ ગામના બિરસા મુંડા મેદાન ખાતે કપરાડા તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા બીટ કક્ષાની ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી. જેમાં પ્રથમવાર તાલુકાની મહિલા શિક્ષિકાઓની બે ટીમોએ પણ ભાગ લીધો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ આ બીટ કક્ષાની ટુર્નામેન્ટમાં તાલુકાની 6 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં તાલુકાની શાળાની શિક્ષિકાઓની બનેલી 2 ટીમોએ પણ ભાગ લીધો હતો. અને બાઉન્ડ્રીઓની વરસાદ વરસાવ્યો હતો. તાલુકામાં પહેલી વખત  મહિલા શિક્ષિકાઓ એ પણ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. ટુર્નામેન્ટ દરમિયાન જિલ્લાના પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ ગોકુળ પટેલે ઉપસ્થિત રહી શિક્ષકોનો ઉત્સાહ વધારી શુભેચ્છાએ પાઠવી હતી.

આ ટુર્નામેન્ટમાં તાલુકાની 6 ટીમોએ પેકી શ્રેષ્ટ ટિમ હવે જિલ્લાકક્ષાએ ભાગ લેશે અને ઉત્કૃષ્ટ દેખાવ કરી આગળની ટુર્નામેન્ટમાં ભાગ લેશે.