ડાંગ: આજરોજ ડાંગમાં યુવા મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને એવા ઉદ્દેશથી સ્થાનિક યુવા નેતા સંતોષભાઇ ભુસારા અને દિવાળીબેન ટ્રસ્ટ દ્વારા ડાંગના બારીપાડામાં સીવણ ક્લાસનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું.
કોરોના કપરા કાળમાં શહેરો તો ખરા જ પણ ગ્રામિણ સ્તરે પણ યુવાનોમાં રોજગારીને લઈને બુમરામણ જોવા મળી રહી છે ત્યારે ડાંગ જેવા આદિવાસી વિસ્તારમાં યુવા મહિલાઓને રોજગારી મળી રહે અને તેઓ આત્મનિર્ભર બને એવા ઉદ્દેશથી સ્થાનિક યુવા નેતા સંતોષભાઇ ભુસારા, આહવા તાલુકા પ્રમુખ કમળાબેન હીરાભાઇ રાઉતના હસ્તે દિવાળીબેન ટ્રસ્ટના સહયોગથી ડાંગના બારીપાડામાં સીવણ ક્લાસનું ઓપનીંગ કરવામાં આવ્યું હતું.
દિવાળીબેન ટ્રસ્ટ બારડોલી દક્ષિણ ગુજરાતના આદિવાસી અંતરિયાળ વિસ્તારોમાં મદદનો હાથ લંબાવી જરૂરીયાતમંદ લોકો સાથે ઊભું રહ્યું છે. ત્યારે હાલમાં તે યુવાઓ આત્મનિર્ભરની દિશા તરફ આગળ વધે એવા સતત પ્રયાસ કરી રહ્યું છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)