દાહન: દાદરા નગર હવેલી આદિવાસી સમુદાયમાં ગ્રામીણ વિસ્તારોમાં છેલ્લા ધણા સમયથી નાની મોટી સમસ્યાઓના લીધે ગળે ફાંસી ખાઇને સુસાઇડ કરી લેવુ, કિટ નાસક દવાઓ પીને આત્મહત્યા કરી લેવાના કિસ્સાઓ દિવસે દિવસે વધી રહ્યા છે આ સમસ્યાઓ તરફ આજ દિન સુધી દાનહ પ્રશાસન દ્વારા કોઇ પણ પ્રકાર નો ધ્યાન આપવામાં આવતો નથી, કે આ બાબતને પ્રશાસન ગંભીરતાથી નથી લઇ રહ્યા છે, અને કોઇ પણ પ્રકારનો જન જાગૃતિના કાર્યક્રમ નથી ચલાવતા ત્યારે..

આજરોજ રુદાના ગામે જાગૃત સમાજ અને ગામનાં મુખ્યાઓ દ્વારા યુવા-યુવતીઓ, બહેનો, વડીલો દ્વારા બેઠક આયોજન કરી જાણવાની કોશિશ કરી હતી, કે કયાં એવા કારણો સર યુવા યુવતીઓ આવેશમાં આવીને આત્મહત્યા કરી રહયાં છે, આ બેઠકમાં અનેક યુવા યુવતીઓએ અને ગામનાં આગેવાનોએ ખુલી ચર્ચા કરવામાં આવી કે કઇ પણ સમસ્યાઓ જ્યારે જીંદગીમાં આવતી હોય, ત્યારે એ સમસ્યાઓને પોતાના માં-બાપ, સગાવાડાઓ કે ગામનાં આગેવાનો સાથે એ સમસ્યાઓની જાણકારી આપવામાં આવે અને એની ચર્ચા કરવામાં આવે, જેથી કરીને એ સમસ્યાઓને નિરાકરણ માટે બધીજ રીતે કોશિશ કરી શકાય અને જીંદગી બચાવી શકાય પરંતુ આવેશમાં આવીને આત્મહત્યા નહી કરી લેવાનું અને આત્મહત્યા કરી લેવુ એ કોઇ સમસ્યાઓનું નિરાકરણ નથી તેમજ ગામનાં તમામ લોકોને આહવાન કરવામાં આવ્યું છે, કે સંકુલમાં ભણતા પોતાના બાળકો તેમજ નાનું મોટુ કામ કાજ કરીને જીવન નિર્વાહ કરી રહ્યા હોય એવા દરેક વર્ગના લોકોનો ધ્યાન રાખવું જોઈએ અને આવી કોઇપણ ખોટી, પ્રવૃત્તિઓ ધ્યાનમાં આવે તો કાઉન્સિલિંગ કરી, સમજાવીએ સમસ્યાઓનો નિરાકરણ લાવી અનેક જીંદગીઓ બચાવી શકાય.

આ અવસર પર બેઠકમાં આદિવાસી એકતા પરિષદના સંયોજક વિનય કુવરા, પૂર્વ સરપંચ સંદિપ ચિબડા, ગામનાં પંચાયત સદસ્ય, પરિષદ પૂર્વ સચિવ લક્ષી ધાપસા, જગલ જીવન આંદોલનના સંસ્થા અધ્યક્ષ લક્ષી કુવરા, પરિષદ મહિલા વિગ પૂર્વ અધ્યક્ષ પુજાબેન, અધ્યક્ષ મનીબેન તેમજ ગામનાં અનેક આગેવાનો અને સેંકડો ગ્રામજણો ઉપસ્થિત રહયા.