આહવા: આદિવાસી વિસ્તાર ધરાવતા આહવા તાલુકાના કડમાળ ગ્રામ્ય વિસ્તારમાં ચાર વર્ષથી લાખોના ખર્ચે જે પણ લોકહીત માટે પાઇપ લાઇન અને પાણીની ટાંકીઓનું બાંધકામ થયું છે તેમાં ભ્રષ્ટાચાર થયા હોવાના ચિત્રો બહાર આવ્યા છે ત્યારે જવાબદાર અધિકારી શું કરે છે એ પ્રશ્ન ઉભો થયો છે.
સ્થાનિક રાજેશભાઈ પવારનું કહેવું છે કે હું આજ ગામનો રહેવાસી, મતદાતા અને ભારત દેશનો નાગરિક છું અને મારા વિસ્તારમાં આવું કામ થતા હોવાથી મારી પોતાની ફરજ બને છે કે આ કામના અંદર મંટોળીનું લેપ કેમ અને પાણીની પાઇપ લાઇન ઉપર કેમ ? મારે તંત્રને પૂછવું છે કે પાણીની ટાંકીઓ માટે નીચે સાદુ બાંધકામ અને ઉપરથી સળિયા કામગીરી કોન્ટ્રાક્ટ કરવાનું કહેવામાં આવ્યું છે.
આ બાબતે બહુજન સમાજ પાર્ટીને તેમજ કોંગ્રેસ પાર્ટીને અને પાણી પુરવઠા અધિકારીને લેખિતમાં જાણકારી આપવામાં આવશે અને ડીડીઓ સાહેબને અપીલ છે કે અમારા વિસ્તારમાં થતી કામગીરી પ્રત્યે ધ્યાન આપવામાં આવે અને ખરાબ કામ કરતા એટલે કામચોરી કરતા કોન્ટ્રકટરો વિરુદ્ધ પગલાં લેવામાં આવે એવી અમારી સૌ ગ્રામજનોની માંગ છે.

