નવસારી: હાલમાં જ રેલવેમાં ટિકિટ વગરના યાત્રીઓ પાસે મોટી રકમ વસુલી રસીદ ના આપી રેલવે મંત્રાલયને લાખોનો ચૂનો ચોપડતા ભ્રષ્ટાચારી ટીટીની વિરૂદ્ધ નવસારીમાં રહેતા એક શિક્ષકે રેલવે મંત્રાલયને ટિવટરના માધ્યમથી જાણ કરી હતી. શિક્ષકે ટિવટરના માધ્યમથી રેલવે મીનિષ્ટ્રીને ટીટીઈની હરકત અંગે જાણ કરતા સુરત રેલવે સ્ટેશન પર ઊતરતાં જ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ વિજલપોર ખાતે રહેતા શિક્ષક સુરેશ પાટિલ બે દિવસ અગાઉ જલગાવથી સુરત આવવા માટે પ્રેરણા એક્સપ્રેસ ટ્રેનમા વગર ટિકિટ બેઠા હતા. જેમાં ટીટીઈ દ્વારા ટિકિટની માંગણી કર્યા બાદ તેમને સમગ્ર હકિકત જણાવી હતી. રૂ. 550ના દંડ ભરવા સામે રૂ. 300માં પતાવટ કરવા જતો ટીટીઈ ભેરવાયા હતા. અને ટીટીઈ એ પૈસા લઈને દંડની પાવતી ન આપી જણાવ્યુ હતું કે હું બધું સેટિંગ કરી લઈશ તમે ચિંતા ના કરો અને ત્યારબાદ તે ગાયબ થઈ ગયો હતો. આ સમગ્ર હકિકતની જાણ સુરેશ પાટિલે રેલવેના અધિકૃત ટિવટર હેન્ડલ પર હતી. જેના પ્રતિસાદ રૂપે થોડા સમયમાં રી ટિવટ કરી કાર્યવાહી થશે તેવું કહેવામાં આવ્યું હતું.
પ્રેરણા એક્સપ્રેસ સુરત આવતાની સાથે જ રેલવેના અધિકારીઓએ ફરિયાદ સુરેશ પાટિલ અને ટીટીઈ ધનરાજ જાદવની પૂછતાછ કરી હતી. જેમાં તે દોષિત સાબિત થયો હતો. ત્યારબાદ સુરતની સીએસઆઈ ઓફિસ થી ફરિયાદી યુવાનને રસીદ બનાવીને આપવામાં આવી હતી. ફરિયાદી સુરેશ પાટિલ ડી 4 કોચમાં ચડ્યા હતા ત્યારે ટીટીઈની આ ટ્રેનમાં નોકરી ન હોવા છતાં તે ગેરકાયદેસર રીતે ટિકિટ વગરના યાત્રીઓ પાસે પૈસાની વસૂલી કરી રહ્યો હતો તેવી પણ હકીકત સામે આવી છે.

