વલસાડ: બલસાર ડિસ્ટ્રીક ક્રિકેટ એસોસિએશન દ્વારા ગુજરાત ક્રિકેટ એસોસિએશનના સહયોગથી વલસાડ જિલ્લામાં ગુજરાતમાં પ્રથમવાર અંડર-19 આંતર જિલ્લા સિઝન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન 7 ફેબ્રુઆરીથી 22 ફેબ્રુઆરી સુધી સરદાર પટેલ સ્ટેડિયમ વલસાડ અને રાબડા ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે.
જેમાં રાજ્યની 7 ટિમો અને સંઘપ્રદેશ દમણની 1 ટિમો ભાગ લેશે. જે મુદ્દે યોજાયેલી પત્રકાર પરિષદમાં બીડીસીએના મંત્રી જનકભાઈ દેસાઈએ જણાવ્યું કે સમગ્ર ટુર્નામેન્ટમાં કોરોના ગાઈડ લાઈનનું ચુસ્ત પાલન કરાશે. વેકસીનના બે ડોઝ લીધેલા ખેલાડીઓને જ સામેલ કરાયા છે. વેકસીન વગરના ખેલાડીઓ માટે આર. ટી.પી.સી.આર ટેસ્ટ ફરજિયાત કરાયો છે.
તેમણે ઉમેર્યું કે રાજ્યમાં પ્રથમ વલસાડ બીડીસીએ દ્વારા આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું છે. મેચ દરમિયાન તબક્કાવાર જી.સી.એ.ના માજી રણજી ટ્રોફી ખેલાડીઓ પણ ઉપસ્થિતિ રહેશે.

