કપરાડા: વર્તમાન સમયમાં વલસાડ જિલ્લામાં કપરાડા, ધરમપુર,પારડી તાલુકામાં મોટા પાયે ખેરની તસ્કરી કેમ કરવામાં આવે છે ? લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે ત્યારે વધુ એક વખત આજે વહેલી સવારે નાનાપોઢા રેંજ દ્વારા ખેરનો જથ્થો ઝડપી પાડવામાં આવીયો છે. ટેમ્પોમાં મોટા પ્રમાણમાં જે જથ્થો લાખો રૂપિયા અનુમાન લવાવવામાં આવી રહ્યું છે.

Decision Newsએ મેળવેલી માહિતી મુજબ અગાઉ ત્રણ દિવસો કપરાડાના મોટી વહીયાળ ગામમાં નિશાળ ફળીયામાં ખેરનો જથ્થો મોટા પ્રમાણમાં છોલેલા લાખો રૂપિયાનો ગેરકાયદેસર ખેરનો જથ્થો બાતમીના આધારે ઝડપી લીધો હતો, બુધવારે રાતના સમયે નાનાપોંઢા રેન્જ ઓફિસર અભિજીતસિંહ રાઠોડ તથા ટીમે ધરમપુર રેન્જ સ્ટાફ તથા નાનાપોંઢા પોલીસ સ્ટાફ સાથે સંકલનમાં રહી મોટી વહિયાળ ગામે નિશાળ ફળિયા પાસે કોત૨ની અવાવરૂ જગ્યામાં છોલેલા ખેરનો જથ્થો જેની કિંમત અંદાજિત 2.78 લાખ પકડી લેવામાં આવેલ છે, ખેરની ગેરકાયદેસર વાહતુક કરવા માટે રાખેલા ટેમ્પો નં. MH48, BM7569 જેની કિંમત આશરે 18 લાખ તથા મેક્સ ગાડી નં. GJ15, BB354 જેની કિંમત આશરે 1 લાખ રૂપિયા એમ કુલ મળી 21.78 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી નાનાપોંઢા રેન્જ કચેરીએ લાવી જમા કરવામાં આવ્યો હતો. જૂઓ વીડીઓમાં..

આદિવાસી ક્ષેત્રમાં વન વિભાગ પાસે ઇમારતી લાકડું નથી સરકાર દ્વારા દર વર્ષે વનીકરણ માટે લાખ્ખો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે વન વિભાગ પાસે વન્ય સપંતિ કેમ નથી. ફક્ત બોડા ડુંગર જોવા મળશે. આજની પરિસ્થિતિમાં જે પણ ખેર અને સાગ પકડવા આવે છે. એ કોઈ વન વિભાગની મિલ્કતમાંથી ચોરી કરવામાં આવતી નથી. ખેર કે સાગ વન વિભાગ પાસે એવી કોઈ મિલ્કત ના પુરાવા નથી. આખરે ખેર તસ્કરોને પેદા કરવાનું કામ કોણે કરીયું ? લોક ચર્ચા એવું પણ છે કે વેપારીઓની વન વિભાગ સાથે ટેબલ ટુ ટેબલ વહીવટ ચાલે છે. સ્થાનિક વિસ્તારમાં બે પ્રકારની તસ્કરી એક વાઇટ અને બીજી બે નંબરી પણ છેલ્લે આમાં નુકશાન તો ખેડૂતોનું જ છે.

BY બિપીન રાઉત