પારડી: ગતરોજ કારના ચાલકે પારડી હાઇવે પર હાઇવેનું કામ કરતા 2 મજૂરને ઉડાવ્યા બાદ બીજા ટ્રેક પર ડમ્પર સાથે અકસ્માત કર્યાની ઘટના સામે આવી છે હાલમાં અકસ્માતમાં બંને મજૂર અને કારચાલકને ઇજા થવાથી સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

દિવ્યભાસ્કરના રીપોર્ટ પ્રમાણે પારડી નેશનલ હાઇવેના બ્રિજ પર વચ્ચેના ડિવાઈડરને સાફ સફાઈ કરી 8 મજૂરો કલર કામ કરી રહ્યા હતા તે સમયે સેફટી ધ્યાને લઇ મજૂરોએ થોડે દૂર વાહનચાલકોને નજર આવે તે માટે સાધનો પણ મુક્યા હતા અને એક વ્યક્તિ સતત હાથ બતાવી વાહનચાલકોનું ધ્યાન દોરી રહ્યો હતો છતાં વાપી તરફથી પૂર ઝડપે આવતી કારનં GJ 15-CH-5567ના ચાલક હાર્દિક પંકજભાઈ પટેલ રહે ખડકી ડુંગરીએ સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા ટેમ્પોમાં અથડાવી કલર કામ કરતાં આઠ મજૂરો પૈકી અમીર રામભાઈ બરફ તથા બ્રિજેશ મહેશભાઈ બરફ બંને રહે કપરાડા મતુનીયાને ઉડાવી દીધા બાદ કાર વાપી જતા ટ્રેક પર ધસી જઈ ત્યાંથી પસાર થતા ડમ્પર સાથે અથડાઇ હતી જેમાં કારનો ભૂકો વળી ગયો હતો.

આકસ્માતમાં બંને મજૂર અને કારચાલકને ઇજા થતા ત્રણેયને 108 નજીકની કુરેશી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. અકસ્માતને લઈ હાઈવે અને સર્વિસ રોડ પર ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા હતા.