ડેડિયાપાડા: આજે ડેડિયાપાડા પંથકની ધોરણ 11માં અભ્યાસ કરતી કિશોરી પર 6 પણ કિશોરો દ્વારા ગેંગરેપ થયાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ ઘટના બાદ ડેડિયાપાડા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતાં તમામ આરોપીઓને ઝડપી લીધા છે.

મીડિયાને મળેલા રીપોર્ટ અનુસાર કિશોરી સોમવારે સ્કૂલમાં જવાના બદલે ડેડિયાપાડા એસટી ડેપો ખાતે આવી હતી. જ્યાં ત્રણ સગીર તેને ફોસલાવીને સ્કૂલની પાછળ આવેલા પીડબલ્યુડીનાં જુના ક્વાટરમાં લઈ ગયાં હતાં. જ્યાં તેની પર કિશોરોએ ગેંગરેપ કર્યો હતો. ઘટના બાદ સગીરા હેબતાઇ ગઈ હતી. જેથી તે પોતાના ઘરે જવાને બદલે માસીનાં ઘરે જતી રહી હતી. જ્યાં પરિવારજનોએ તેને પૂછ્યું તો કિશોરીએ પોતાની આપવીતી જણાવી હતી. જે સાંભળીને પરિવારના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી તેમણે તરત જ ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી.

ફરિયાદ બાદ ડેડિયાપાડા પોલીસની તાત્કાલિક તપાસ શરૂ કરી હતી.જેમાં પ્રાથમિક તપાસમાં દુષ્કર્મની ઘટનામાં કિશોરીનું મેડિકલ પરિક્ષણ કરવા સહિત દુષ્કર્મ આચરનારા કિશોરોનું પણ સરકારી હોસ્પિટલમાં તબીબી પરીક્ષણ કરાવી રિપોર્ટના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.