ડાંગ: હાલમાં ગુજરાત રાજ્યમાં આદિવાસી યુવાનો વિવિધ સમસ્યા, પ્રશ્નો અને મુંઝવણોથી ઝઝૂમી રહ્યા છે ત્યારે બહુજન સમાજ પાર્ટી દ્વારા યુવાનોને લઈને ડાંગ જિલ્લામા રોજગારી મુદ્દે આજરોજ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Decision Newsને મળેલી માહિતી અનુસાર ડાંગ જિલ્લામાં બહુજન સમાજ પાર્ટીના સોનીરાવ ભાઈ અને ઇલમભાઈ પવાર મળીને આજરોજ રોજગારીમાં ભ્રષ્ટાચાર હોવાના કારણે કલેકટર સાહેબને જાણકરી તેમ જણાવ્યું ડાંગ જિલ્લાની 18 જીલ્લા પંચાયત અને તાલુકા પંચાયત 48 તેમજ ધારાસભ્યશ્રી એક તેમ છતાં સુગર કંપની દ્રાક્ષવાડી કામ ઉપર રોજગારી માટે બહાર જવું પડે છે શું આ રાજકીય પક્ષ ફક્ત નેતાગીરીમાં નિષ્ફળ રહ્યા કે સમાજ સેવામાં આગળ રહ્યા છે એ વિચાર કરવા જેવી બાબત છે.

ડાંગ જિલ્લામાં આદિવાસી યુવાનોના કોરોના કાળમાં પોતાની રોજગારીના તમામ રસ્તાઓ ગુમાવી ચૂકયા છે અને હાલમાં મજુરી કરી પોતાનું જીવન ગુજરાન ગુજારી રહ્યા છે ત્યારે સ્થાનિક નેતાઓ પોતાનું એકઠું કરવામાં વ્યસ્ત હોવાનો આરોપ BSP દ્વારા લગાવવામાં આવી રહ્યો છે.