ડેડીયાપાડા: ડેડીયાપાડા ના નાનકડા ગામની 11 મા ધોરણમાં અભ્યાસ કરતી સગીરાને ઉપર ગેંગરેપ થતા ખળભળાટ મચી જવા પામ્યો છે આ બાબતે ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશભાઇ દ્વારા પણ જિલ્લા પોલીસ વડા સાથે વાતચિત કરી આ ઘટનાના કોઈપણ આરોપીઓ બચવાના જોઈએ તેવી માંગ કરી હતી
Decision Newsને મળેલી માહિતી મુજબ ડેડિયાપાડા તાલુકાના નાનકડા ગામની કિશોરી કે જે ધોરણ 11 મા એક બીજા ગામ ખાતે ભણે છે કે સ્કૂલમાં જવાની જગ્યાએ ડેડિયાપાડા એસ.ટી ડેપો ખાતે આવી હતી ત્રણ યુવક તેને દુષ્કૃત્યના ઈરાદે લઈ ગયા હતા અને ત્યારબાદ ડેડિયાપાડાનાં શ્રી એ.એન બારોટ વિદ્યાલયની પાછળ આવેલા PWDનાં જુના ક્વાટરમાં આ કિશોરી પર ગેંગરેપ કરવામા આવ્યો હતો આ ઘટના અંગે સગીરાનાં પરિવારજનોએ સગીરા ઘરે નહોતા તેની શોધખોળ શરૂ કરી અને બીજા દિવસે તે માસીનાં ઘરેગઈ હતીજેમાં સગીરાએ કબૂલ્યું કે તેના ઉપર ગેંગરેપ થયો હતો જેના કારણે તે ઘરે આવી નહોતી જેથી તેના માબાપે ડેડીયાપાડા પોલીસ સ્ટેશન ખાતે સગીરાને લઈને આવતા ગઈ કાલ રાત્રિથી પોલીસ એક્શનમાં આવી હતી ઊંડી તપાસ હાથ ધરી હતી જેમાં સૌપ્રથમ ડેડીયાપાડા PSI પટેલ તથા સ્ટાફે તપાસ હાથ ધરી હતી ત્યાબાદ આજે નર્મદા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષક રાજેશ પરમાર એલસીબી નર્મદા પી.આઈ એ.એમ.પટેલ CPI ચૌધરી સહિતના ઉચ્ચ અધિકારીઓએ બનાવની ગંભીરતા સમજીને ઊંડી તપાસ હાથ ધરી છે.
આ બળાત્કારની ઘટનામાં 6 આરોપી સામેલ છે તે સ્પષ્ટ થતા હજુ પોલીસ ફરિયાદ નોંધાવાની તજવીજ ચાલું છે જ્યારે પોલીસ દ્વારા પૂછપરછ કરી હતી જે બાદ મહિલા પોલીસ કાઉન્સિલર દ્વારા સગીરાની સમજાવટ બાદ પોલીસ દ્વારા તમામ યુવકોની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી છે અને આ ઘટના પોલીસ ફરીયાદ બાદ નામો જાહેર થયા બાદ જ સાચી માહિતી સામે આવશે અને કેટલા આરોપીઓ બળાત્કાર ગુજારી હતી પણ માલુમ પડશે. બળાત્કાર થયો હોય તે તપાસમાં બહાર આવશે તે સિવાય નર્મદા જિલ્લા પોલીસ આવતીકાલે નર્મદા જિલ્લાના SC ST સેલના ડીવાયએસપી એસ જી મોદી દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે ત્યારે સાચી હકીકત બહાર આવશે કિશોરીની પણ મેડિકલ સહિતની અને કિશોરોને પણ સરકારી હોસ્પિટલમાં તપાસ હાથ ધરવામાં આવશે

