નર્મદા: દેશમાં વર્તમાન સમયમાં પેગાસસ જાસૂસી કાંડ મુદ્દો ખુબ ચગ્યો છે ત્યારે ગતરોજ નર્મદા જિલ્લામાં નર્મદા યુવક કોંગ્રેસ દ્વારા સફેદ ટાવર ખાતે જશુસી કાંડ મામલે વિરોધ પ્રદર્શન અને ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં સ્થાનિક ઘણા કોંગ્રેસી યુવા કાર્યકર્તાઓ સામેલ થયા હતા

આ કાર્યક્રમમાં પેગાસસ જાસૂસી કાંડમાં નરેન્દ્ર મોદી ને 2017 ના ઇઝરાયેલ પ્રવાસ દરમિયાન 300 કરોડ ના ખર્ચે પેગાગસ જાસૂસી નું રેકોર્ડર ખરીદી રાહુલગાંધી,વિવિધ અધિકારીઓ, નેતાઓ, પોલીસ અધિકારીઓ, તથા વિવિધ લોકો પર જાસૂસી કરતા હતા જેનો ન્યુયોર્ક ટાઈમ્સના અહેવાલ માં ખુલાસો થયો છે જે ગેર બંધારણીય તથા હિટલર શાહી છે જે નઈ ચલાવી લેવામાં આવે જેમાં સમગ્ર ભારત માં યુથ કૉંગ્રેસ રસ્તા પર ઉતરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જેમાં નર્મદા યુથ કૉંગ્રેસ દ્વારા સફેદ ટાવર, રાજપીપલા પાસે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે નર્મદા જિલ્લા યુવક કૉંગ્રેસ પ્રમુખ અજય વસાવા, પૂર્વ પ્રમુખ વાસુદેવ વસાવા, જિલ્લા ઉપપ્રમુખ રાહુલ સોલંકી, જિલ્લા મહામંત્રી જુનેદભાઈ મેહુલભાઈ, નંદોદ વિધાનસભા ઉપપ્રમુખ ગૌરાંગ મકવાણા, મહામંત્રી દીપ પટેલ,તથા યુથ કૉંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

BY ચિરાગ તડવી