કપરાડા: સરકાર દ્વારા કપરાડા તાલુકાના 4 ગામોને સંઘ પ્રદેશમાં સમાવવા વિવાદમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્થાનિકો સાથે બેઠક  થવાની સાથે જ સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે ત્યારે આ વિવાદ ઉગ્ર બને એવા એંધાણ દેખાય રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિના મહામંત્રી શ્રી વસંતભાઇ પટેલનો નગર ગામ તાલુકા કપરાડા જિલ્લા વલસાડ કપરાડાના ચાર ગામોને દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવા કોંગ્રેસે જાહેર મીટીંગ 3 ફ્રેબ્રુઆરીના દિને મધુબન ગામે સમય 11 થી 30 કલાકે વસંતભાઇ પટેલ તથા અન્ય આગેવાનો સાથે હાજર રહી સ્થાનિક કાર્યકરોનો અભિપ્રાય તથા જાણકારી મેળવી ભાવિ રણનીતિ આંદોલન તથા ઉપવાસ મામલતદાર શ્રી તથા કલેકટરશ્રીને આવેદન પત્ર આપવા જેવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે

આ કપરાડા તાલુકાના 4 ગામોને સંઘ પ્રદેશમાં સમાવવા વિવાદમાં સમવાનું નામ નથી લઇ રહ્યો ત્યારે આ મુદ્દો આવનારા સમયમાં ક્યા પરિણામો લાવશે એ જોવું રહ્યું.