ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના સાદડવેલ ગામમાં ગ્રામ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઠરાવ કરી ગામમાં અનુસૂચિ 5નું બોર્ડ ગામ લોકો દ્વારા લગાવી તેના અમલીકરણ માટે ગ્રામજનોએ સંકલ્પ લીધો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ સાદડવેલ ગામમાં ગ્રામ સભામાં ઠરાવ કરી ગામમાં 5 અનુસૂચિનું બોર્ડ લગાવી તેનું અમલીકરણ કાર્યું છે આ અનુસૂચી અંતર્ગત ગામમાં સરપંચશ્રીને જાણ કર્યા બાદ જ સ્થાનિક કક્ષાના અધિકારી સિવાય અન્ય અધિકારીઓ ગામમાં પ્રવેશ કરી શકશે. તેમજ DGVCLનું ચેકીંગ વાળા પણ જાણ કર્યા પછી જ ગામમાં પ્રવેશ કરી શકશે. આ ઉપરાંત ઠરાવોમાં બિરસા મુંડા સ્થાપના માટે જગ્યાનો ઠરાવ, આધુનિક સ્મશાન નો ઠરાવ,ગામમાં કંપની કે ફેક્ટરીમાં 80% ગામના લોકોનો સમાવેશ, તળાવો ઊંડા કરવા ,રસ્તા પાણી વગેરે ઠરાવો, કેરોસીન ફરીથી ગામ લોકોને મળે તેનો ઠરાવ, ગામનો સ્થાનિક ખેડૂત સિવાય જમીન લે વેચ કરે તો 1%રકમ લેનાર અને વેચનાર પંચાયતમાં લોક ફાળો આપવાનું નક્કી થયું

અનુસૂચિ 5 વિસ્તારમાં આ કાયદાનું ઉલ્લંઘન કરશે તો કાયદેસર ગુનો દાખલ કરવામાં આવશે. તેમજ પોલીસ પટેલ તરીકે પંકજ પટેલની નિમુણુંક કરવામાં આવી છે.