ચીખલી: ચીખલી તાલુકાના સુરખાઇ ગામ ખાતે GEB ના ઝુલતા જીવંત વીજ તાર સ્પાર્કથી થવાના કારણે ગામના એક ખેડૂતની ૧૧ વીઘામાં આવેલ શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને કારણે ખેડૂતનું લાખો રૂપિયાના નુકશાનની ભીતિ સર્જાય હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના સુરખાઇ ગામ ખાતે GEB ના ઝુલતા જીવંત વીજ તાર સ્પાર્કથી થવાના કારણે ગામના મુકેશભાઈ પરમાર નામના ખેડૂતની ૧૧ વીઘામાં આવેલ શેરડીનો પાક બળીને ખાખ થઇ ગયો હતો જુઓ વિડીયોમાં…

ખેડૂતનું કહેવું છે કે અંદાજીત 150 થી 175 ટન શેરડીનો પાક બળી ગયો છે અને જે બાબતની જાણ સુરખાઇ DGVCL કંપનીને જાણ કરાઈ છે કંપનીના ઈંનચાર્જ અધિકારીનું કહેવું છે કે અમે આગળના અધિકારી સાહેબોને આ ઘટના બાબતે જાણ કરી આ બાબતે આગળના પગલા લેશું.