આહવા: ક્રિકેટની રમતમાં આહવાના યુવા ખેલાડીઓની પ્રતિભા બહાર આવે, યુવા ખેલાડીઓ પોતાનામાં રહેલ કૌશલ્યને રજુ કરી શકે તેવા ઉમદા હેતુથી આયોજકોએ ગામના ખેલાડીઓને પ્રોત્સાહન હતું ક્રિકેટ YPLનું આયોજન કરવામાં આવ્યું જેમાં આઝાદ વોરિયર્સ ચેમ્પિયન બની હતી.
આ ટુર્નામેન્ટમાં આઝાદ વોરિયર્સ, રેડ બુલ, નાયરા પેટ્રોલ પંપ, કિંગ્સ સ્ટ્રાઈકર, કર્તવ્ય ઇલેવન, ઓમ શેષ, પેવર બ્લોક ચિકટિયા, કિંગ્સ ઓફ તાજ મળી કુલ આઠ ટીમોમાં ખેલાડીઓને વહેંચી ટુર્નામેન્ટ રમાડવામાં આવી. પ્રથમ ઈનામ રૂ. ૩૧.૦૦૦ ની પ્રાઈઝ મની અને ટ્રોફી સાથે આઝાદ વોરિયર્સ વિજેતા બની જ્યારે નાયરા પેટ્રોલ પંપ દ્વિતીય ઈનામ રૂ. ૨૦,૦૦૦ ની પ્રાઈસ મની અને ટ્રોફી સાથે રનર અપ વિજેતા રહી હતી આ ટુર્નામેન્ટના મેન ઓફ ધી સીરીઝ તરીકે આઝાદ વોરિયર્સના ખેલાડી નટા ( નરેશ ભોયે) અને બેસ્ટ બોલર તરીકે આઝાદ વોરિયર્સના રોહન લાલુ આપવામાં આવ્યું હતું.
આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓએ ઉત્સાહ પુર્વક અને ખેલદિલીથી પોતાની રમત દાખવી હતી આહવા નગરની ક્રિકેપ્રેમી જનતાએ પણ દર્શકો તરીકે ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહમાં વધારો કરી મેચો નિહાળી હતી. Ypl ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ મેનેજમેન્ટ આહવા નગરના યુવાઓ દ્વારા કરવામાં આવ્યું હતું.

