ચીખલી: નવસારીમાં એક્સપ્રેસ હાઈવે જમીન કોભાંડમાં સરકારી અધિકારી પ્રાંત તુષાર જાની સહિત ચાર સામે ચીખલી પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં નવસારીના પ્રાંત અધિકારી તત્કાલીન તુષાર જાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારીના પ્રાંત અધિકારી તત્કાલીન તુષાર જાની વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરવામાં થઈ ફરિયાદ આલીપોર ખાતે આવેલી જમીનમાં મૃતક મહિલાના નામે પૈસા પડાવવાનો આરોપ લગાવ્યો છે. અફિઝ ઉસ્માન ગુલસાનાનું નામ ટ્રસ્ટમાં જમીનમાં ચાલ્યું આવતું હોવાનું ખોટા દસ્તાવેજો ઉભા કરાયા અને મહિલાના કન્સન્ટ લેટર આફ્રિકાના નામે બનાવાયા જો કે મહિલા મૃતક છે અને કદી આફ્રિકા ગયા જ નથી જે થી તત્કાલીન પ્રાંત અધિકારી તુષાર જાની સહિત ચાર સામે ચીખલી પોલીસે ગુનો દાખલ કર્યો છે. જેમાં ખોટા દસ્તાવેજો થકી 21લાખ 61 હજારની ઊંચાપત કર્યા નો આરોપ લગાવ્યો છે.

નવસારી માંથી બે મહત્વના પ્રોજેક્ટો પાસ થઈ રહ્યા છે. એક અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન અને બીજો છે મુંબઈ વડોદરા એક્સપ્રેસ હાઇવે જેની જમીન સંપાદનની અરજે તમામ કામગીરી છે જે કામગીરી પ્રાંત અધિકારીને સોંપવામાં આવી હતી સમગ્ર હકીકત એ છે. કે અધિકારી દ્વારા ખોટા કન્સન્ટ લેટર બનાવીને એક મૃતક મહિલાના નામે 21 લાખ રૂપિયા પડાવવાના આક્ષેપો લાગ્યા છે. ટ્રસ્ટ ના નામે આ જમીન હતી જેના ખોટા દસ્તાવેજો ઉભા કરવામાં આવ્યા હતાં. અને જેના નામે સરકાર પાસે થી 21 લાખ રૂપિયા પડાવીને છેતરપીંડી કરવામાં આવી છે.

સમગ્ર મુદ્દે પાંચ લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે. જેમાં સુરતના બે વકિલનો પણ સમાવેશ થાય છે. અને નવસારીના જે પ્રાંત અધિકારી હતા. જે તુષાર જાની વિરૂદ્ધ પણ ચીખલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થઈ છે. પોલીસે આ મામલે એક SIT ટીમ બનાવવામાં આવી છે જે સમગ્ર મુદ્દાની તપાસ કરી રહી છે. ત્યારે સરકારી અધિકારી વિરૂદ્ધ જે પ્રમાણે ગુનો દાખલ થયો છે. એ મોટી કાર્યવાહી કહી શકાય. આગામી દિવસોમાં જમીન સંપાદનને લઈને ઘણાં ખુલાસાઓ થઈ શકે છે. એવી ભિતી મળી રહી છે.