પ્રતીકાત્મક ફોટોગ્રાફ્સ

તાપી: દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાન જયરામભાઈ ગામીત અને પ્રજ્ઞેશભાઈ ગામીત ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટો આરોપ લગાવી FIR  દાખલ કરવામાં આવી છે જે મુદ્દે અચોક્કસ મુદ્દતના ધારણા યોજવામાં આવી રહ્યા છે.

Decision Newsને મળેલી માહિતી મુજબ તાપી જિલ્લાના આદિવાસી સમાજના આગેવાન જયરામભાઈ ગામીત અને પ્રજ્ઞેશભાઈ ગામીત ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા ખોટો આરોપ લગાવી FIR કરવામાં આવેલ હતી. જે બાબતે જયરામભાઈ ગામીત દ્વારા પણ ફોરેસ્ટના અધિકારી ઉપર ફરિયાદ આપવામાં આવેલ હતી. પરંતુ વહીવટી તંત્ર પોતાના અધિકારી ને છાવરવા જયરામભાઈ ગામીત ની ફરિયાદ ઉપર FIR દાખલ કરેલ નથી. જેથી સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તંત્રને કહેવામાં આવ્યું હતું કે તારીખ 31/01/2022 ના સોમવાર સુધી ફોરેસ્ટર રિના ચૌધરી ઉપર FIR દાખલ કરવામાં ન આવે તો. તારીખ ૦૧/૦૨/૨૦૨૨ મંગળવાર થી સવારે 8 કલાક થી અચોક્કસ મુદતના ધરણા જિલ્લા સેવા સદનની સામેના સ્થળે કરવામાં આવશે.

જેમાં ધરણા પર બેસનાર ટુકડી 24 કલાક એટલે કે સવારે 8 વાગ્યાથી બીજા દિવસના સવારે 8 વાગ્યા સુધી 24 કલાક ધરણા પર બેસશે. ત્યાર બાદ બીજી ટુકડી તેમનું સ્થાન 24 કલાક માટે લેશે. સાથે સાથે આદિવાસી સમાજના આગેવાનો પણ વારાફરતી તેમની સાથે ધરણા પર બેસશે. વ્યારાની આસપાસ ના લોકો તેમની સાથે જોડાશે અને ધરણા કાર્યક્રમમાં પોતાનો સહયોગ આપશે. આદિવાસી સમાજના આગેવાનો ને ન્યાય અપાવવા બિરસા મુંડાના રાહે પગલા ભરવા પડે તો પણ હવે પીછે હઠ કરવામાં આવશે નહિ.