સુરતઃ એક માતાએ કિશોરીને બોલાવી પુત્રના હવાલે કરી દીધી અને પુત્રે રૂમમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. પુત્ર રૂમમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી રહ્યો હતો, ત્યારે માતા બહાર પહેરો ભરી રહી હતી આને કહેવાય કલયુગી માતા..
આ અંગેની વિગતો એવી છે કે, આરોપી મહિલાએ સગીરાને ઘરે બોલાવી હતી. તેમજ આ પછી સગીરાને પુત્રના હવાલે કરી દીધી હતી. આ પછી યુવક સગીરાને તેના રૂમમાં ઢસડી ગયો હતો અને સગીરા સાથે પરાણે શારીરિક સંબંધો બાંધ્યા હતા. સુરતના સવાણી રોડ પર આવેલા એસએમસી આવાસમાં દુષ્કર્મ થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. આરોપી યુવક અને તેની માતાની અટક કરી તપાસ શરૂ કરાઇ છે. સગીરાની મેડિકલ તપાસ બાદ વધુ કાર્યવાહી કરાશે.
જાણવા મળી રહ્યું છે કે, યુવકને આ સગીરા સાથે પ્રેમસંબંધ હતો. આરોપી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી ધમકાવતો હતો. તેણે સગીરાને ધમકી આપી હતી કે, તેની સાથે લગ્ન નહીં કરે તો મરી જઈશ. ગત 14મીએ બપોરે આરોપીની માતાએ સગીરાને પોતાના ઘરે બોલાવી હતી. પછી પુત્ર સાથે ઘરના રૂમ મોકલી દીધા હતા. તેમજ તેઓ ઘરના બહાર પહેરો ભરવા બેસી ગયા હતા. યુવકે રૂમમાં સગીરા સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધ્યો હતો આ સમગ્ર મામલે સગીરાનાં પરિવારજનોએ અડાજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે આરોપી વિરુદ્ધ બળાત્કારનો ગુનો નોંધી માતા-પુત્રની અટક કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.