બોડેલી: આદિવાસી વિસ્તારમાં સરકારી કર્મચારી દ્વારા ભ્રષ્ટાચાર કર્યાનું સતત દિવસે-દિવસે વધતું જાય છે ગતરોજ ફરી એકવાર આદિવાસી વિસ્તારના બોડેલી તાલુકાના મોટીઉન અને નાની ઉન ગામના 7 લોકોના પ્રધાનમંત્રી આવાસના નાણા બારોબાર ઉપડી જતા તેમના વિરુદ્ધ આમ આદમી પાર્ટી દ્વારા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યુ.
પ્રાપ્ત વિગતો અનુસાર છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના મોટી ઉન અને નાની ઉન ગામના 7 લોકોના પ્રધાનમંત્રી આવાસ યોજનાના નાણા બારોબાર ઉપાડી લેવામાં આવ્યા(1) પરમાર સકુબેન ધરમસિહભાઈ(2) પરમાર કરણસિંહ ભારતસિંહ (3)પરમાર ગણપતસિંહ રણછોડસિંહ(4) તડવી મંગીબેન કાળુભાઈ (5)નાયકા જીણી બેન માનસિંગભાઈ (6) તડવી વદુભાઈ કેસુરભાઈ(7)તડવી બુધાભાઇ ના નામે આવાસના મકાન મંજૂર થયા હતા અને તેમાટે સરકાર શ્રી તરફથી એડવાન્સ રૂપે કુલ પ્રત્યેક લાભાર્થીને રૂ.30000 અંકે રૂપિયા ત્રીસ હજાર મળેલ છે અને છતાં પણ કામ શરૂ નથી કર્યું અને નોટિસ મળ્યાના 7 દિવસમાં કામગીરી ચાલુ કરવા અને જો કામગીરી ચાલુ નહિ કરવામાં આવે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તે બાબતની તલાટી ક્રમ મંત્રી મોટી ઉન દ્વારા નોટિસ આપેલ છે.લાભાર્થીને નોટિસ મળતા ખબર પડી કે તેઓના નામે આવાસ મંજૂર કરાવીને નાણા બારોબાર ઉપાડી લીધેલ છે.
ત્યાર બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ પ્રો.અર્જુનભાઈ રાઠવાને જાણ થઈ હતી જેમાં લાભાર્થીઓ પાસેથી કોન્ટ્રાકટર ભાવસારભાઈએ આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ માંગી લીધા હતા તેના આધારે પોતાની રીતે કોઈ પ્રાઇવેટ બેંકમાં ખાતા ખોલાવી લીધેલ છે.જ્યારે આ લાભાર્થીઓના નામે બારોબાર નાણા સગેવગે કરવામાં આવ્યા છે.પરંતુ આવાસના લાભાર્થીઓ એ બાબતથી અજાણ હોવાને કારણે આમ આદમી પાર્ટી દ્વારા છોટાઉદેપુર કલેકટરને આવેદનપત્ર આપી કાયદેસરના પગલા ભરવા માંગ કરી છે.
પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી પરમાર ધરમસિંહ બાહદસિંહનું કહેવું છે અમારી પ્રધાનમંત્રી આવાસ આવી છે.તે બાબતની એમને જાણ નથી.પરંતુ તલાટી દ્વારા અમને 30000 રૂપિયાનો હપ્તો આપ્યો છે અને કામગીરી કેમ? ચાલુ નથી કરવામાં આવ્યું અને 7 દિવસમાં કામગીરી શરૂ કરવા જો તેમ નહિ કરવામાં નહિ આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.તેવી નોટિસ આપવામાં આવી ત્યારે અમને ખબર પડી કે અમારી આવાસ આવી છે.એમને અમારું કંઈ બેંકમાં ખાતું છે તે અમને ખબર નથી.
આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપાધ્યક્ષ.પ્રો.અર્જુન રાઠવા જણાવે છે કે આ માત્ર સાત કેસ બહાર આવ્યા છે.પૂરા જિલ્લામાં આવા કૌભાંડો છે.આવાસના.મનરેગાના.આવી બધી યોજનાઓના અને એને દબાવવા માટે ધ્યાન ભટકાવવા માટે સરકાર કાલ્પનિક મુદ્દાઓ ઊભા કરે છે.જેમ કે રાઠવાઓના આદિવાસી હોવાનો દાખલાનો મુદ્દો અને રાજકીય પક્ષો પણ આમાં અટવાયેલા છે.ભાજપ સરકાર આ બધું કરે છે અને કમનસીબે કોંગ્રેસ જેસે તે વિરૂદ્ધ પક્ષની ભૂમિકામાં હોવી જોઈએ પરંતુ તે પણ સરકારને સપોર્ટ કરી રહી છે.
તસવીર: નયનેશ તડવી

