સમાજમાં દુષ્કર્મના બનાવોમાં કોર્ટમાં કડક કાયદા ઘડવા છતાં દુષ્કર્મ કરનારા નરાધમોમાં કોઈ ડર નથી એમ વારંવાર બનતી દુષ્કર્મની ઘટનાઓ પરથી લગાવી શકાય છે હજુ સુરતમાં એક કિશોરીઓ કેટલાંક નરાધમોના હાથે પીંખાઈ હોવાનું સામે આવ્યું છે.
કેસની તપાસ કરી રહેલા PSI કે.બી.દેસાઈએ મીડિયાને જણાવ્યું હતું કે, દોઢ વર્ષ પહેલાં એટલે કે, 15 વર્ષની ઉંમરે કિશોરીના લગ્નને લઈ માતા અને માસા-માસીએ દબાણ કરતા કિશોરી ઘર છોડી સુરજસિંગ નામના યુવાન સાથે સુરત ભાગી આવી હતી. ત્યારબાદ બન્ને અલગ અલગ જગ્યાઓ પર રહેતા હતા. જોકે દાનત બગડતા સુરજસિંગએ કિશોરી પર બળજબરી કરી શારીરિક સંબંધ બાંધ્યા હતા. પછી અવર નવર કિશોરીને પોતાની વાસનાનો ભોગ બનાવ્યો હતો.પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર માતાએ દીકરી સાથે તમામ સંબંધ તોડી નાખ્યાં છે.
મળેલી વિગતો અનુસાર ચીખલીથી ભાગીને મિત્ર સાથે સુરત આવેલી કિશોરી પર આવાસના બંધ મકાનમાં ગેંગ રેપની ઘટના સામે આવતા જ ડિંડોલી પોલીસ શોધખોળ ચાલુ કરી દીધી હતી અને પોલીસે ગણતરીના કલાકોમાં ત્રણેય રેપીસ્ટને પકડી આગળની તપાસ હાથ ધરી છે.