ચીખલી: આજના આ સમયમાં મારામારીના અનેક કિસ્સાઓ બનતા હોય છે, ત્યારે આવો જ એક કિસ્સો ચીખલી તાલુકાનાં રાનવેરીકલ્લાનાં માંહ્યાવંશી મહોલ્લામાં બન્યો છે. ચીખલીના રાનવેરીકલ્લા માંહ્યાવંશી મહોલ્લામાં જૂની અદાવતને લઈને ઘરમાં ઘૂસી જઈ મહિલા પર હાથ ઉપાડનાર નરાધમ ધકેલાયો ચીખલી જેલના સળિયા પાછળ મોકલી દેવામાં આવ્યો છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચીખલીના દોણજા ગામનો વતની હેમંતભાઈ ડાહ્યાભાઈ બારોટ જેઓ ઘણા વર્ષોથી રાનવેરીકલ્લાનાં માંહ્યાવંશી મોહલ્લામાં ઉત્તમભાઈ નાનજીભાઈ બારોટ ના ઘરજમાઈ તરીકે રેહતા આવ્યા છે ત્યારે ગતરોજ હેમંતભાઈ બારોટ નશાની હાલતમાં ચકનાચૂર થઈ ગયા હતા. એ દરમ્યાન નજીકમાં જ રેહતા કેતનભાઈ રાઠોડને જૂની અદાવતને લઈને એક ધારો ત્રણથી ચાર કલાક માં બેન માં ગાળો અને મારવાની ધમકીઓ આપતો રહ્યો. છતાં કેતનભાઈ રાઠોડે નશામાં ચૂર થયેલા હશે એમ સમજી સામે મોં ન આપતા નશામાં ચૂર હેમંતભાઈ બારોટ ભાનભૂલી અપશબ્દો અને મારવાની ધમકી આપતા કેતનભાઈ રાઠોડના ઘરના પાછળ પહોંચી જઈ કેતનભાઈ રાઠોડના પત્ની ઘરની પાછળ હોય એમની પર હાથ ઉપાડયા અને જોર જબરજસ્તી કરી પેહરેલા કપડાં પણ ફાડી નાંખ્યા અને પોતાની પત્નીને બચાવ માટે એમના પતિ દોડી આવતા એમને પણ નશામાં ચૂર હેમંત બારોટે મોઢાં અને ગળાના ભાગે ઇજા પહોંચાડી કપડાંનાં ચીથડે ચીથડા ઉડાડી દીધા હતા.
આ મામલો ગરમાતા કેતનભાઈ રાઠોડનું પરિવાર તાત્કાલિક રાનકુવા પોલીસ મથકે પહોંચી પોલીસ ફરિયાદ કરતા રાનકુવા પોલીસે કાયદાકીય ગુનો નોંધી નશામાં ચૂર દોણજા ગામના વતની અને રાનવેરીકલ્લાં ગામના જમાઈ હેમંતભાઈ બારોટને કાયદાનું ભાન કરાવી ચીખલી પોલીસ સ્ટેશનના જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા. અને વધુ આગળની કાર્યવાહી રાનકુવા પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી કરી રહ્યા છે.

